અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/મુંને જોવે...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુંને જોવે...|ઊજમશી પરમાર}} <poem> ખપતું નહીં ઘરચોળું, માગ્યાં ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|પરબ, ડિસેમ્બર, ૨૦૧૦}} | {{Right|પરબ, ડિસેમ્બર, ૨૦૧૦}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =પગને એવા પંથ જડે | |||
|next =વરસે ખાંડાધાર | |||
}} |
Latest revision as of 12:16, 27 October 2021
મુંને જોવે...
ઊજમશી પરમાર
ખપતું નહીં ઘરચોળું, માગ્યાં નહીં ઠોળિયાં,
કાંબીની જોડ નહીં, કડલાં રે,
મુંને જોવે વ્હાલીડા, જરી નેહડો રે.
એક નદી ઊભરાતી તારા ઘટ-નેસડે,
મારે કંઠે તો શોષ રોજના રે,
મુંને જોવે વ્હાલીડા, જરી નેહડો રે.
તારા તે કાન ચહે મોઘન કૈં ગોઠડી,
મારે મૂંઈ બોલકી આ ઝાંઝરી રે,
મુંને જોવે વ્હાલીડા, જરા નેહડો રે.
ડમરી વંટોળિયાને બાથ ભરી ઊડશે,
સોણલું આ સાચું પડાવજે રે,
મુંને જોવે વ્હાલીડા, જરી નેહડો રે.
પર્વત કૈં એવડા હો છાતીએ ઝળૂંબતા,
હેઠે ને હેઠે જાઉં ઓગળી રે,
મુંને જોવે વ્હાલીડા, જરી નેહડો રે.
પરબ, ડિસેમ્બર, ૨૦૧૦