અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/વરસે ખાંડાધાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વરસે ખાંડાધાર|ઊજમશી પરમાર}} <poem> ગોળ ગોળ ચાંદરણાં કેરાં ભોં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(પરબ, એપ્રિલ)}} | {{Right|(પરબ, એપ્રિલ)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/મુંને જોવે... | મુંને જોવે...]] | ખપતું નહીં ઘરચોળું, માગ્યાં નહીં ઠોળિયાં,]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત નાયક/ચક્ર (એક માણસ) | ચક્ર (એક માણસ)]] | એક માણસ આગિયાના ઝબકારા ગણે ]] | |||
}} |
Latest revision as of 12:17, 27 October 2021
વરસે ખાંડાધાર
ઊજમશી પરમાર
ગોળ ગોળ ચાંદરણાં કેરાં
ભોંય પતીકાં પડતાં,
છાનાંછપનાં હરફર હરફર
અહીંથી તહીં આથડતાં.
વરસે ખાંડાધાર ચાંદની
નેવ-નેવ ઢોળાતી,
ફળી ફળી રહબોળે,
માથાબોળ શેરીઓ ન્હાતી;
શીળા શીળા તેજ-ધૂધવા
ઠેર ઠેર દડદડતા.
ઘટાટોપ અંધાર સંઘરી,
વડ મલકાતો મ્હાલે,
ફરતે ફરતે ફાલ ઊજળો,
ઘમ્મર ઘેરા ઘાલે;
સીમેસીમ નગારાં એનાં
રાત બધી ગડગડતાં.
(પરબ, એપ્રિલ)