અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/હવે —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હવે —|પ્રવીણ દરજી}} <poem> હવે — આ વંધ્ય શબ્દોમાં કદી પણ શોક શ્લ...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Right|(‘ચીસ’, ૧૯૭૩, પૃ. ૧)}}
{{Right|(‘ચીસ’, ૧૯૭૩, પૃ. ૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/નર્યો એંઠવાડ | નર્યો એંઠવાડ]]  | વાતો થયા કરે છે: આમ કરવું જોઈએ, આમ ન... ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/કાળ | કાળ]]  | ડૂબી રહી છે સાંજ જોઈ રહ્યું છે ]]
}}

Latest revision as of 12:26, 27 October 2021


હવે —

પ્રવીણ દરજી

હવે —
આ વંધ્ય શબ્દોમાં
કદી પણ
શોક શ્લોકત્વ નહીં પામે.
તમસાના
કમનીય તટે
ક્રીડામસ્ત
ક્રૌંચયુગલને નિહાળી
રસનિમગ્ન થયેલા
પારધીએ
આજે એકાએક
કોઈ અકળ અવઢવમાં
વાલ્મીકિને જ તીર મારી દીધું!
આદિકવિનું અકાળે નિધન!
અવકાશના
ગર્ભમાં
વ્યાપી ગયેલી
શાશ્વતી ચીસ
બસ હવે
યુગો સુધી
કણસતી જ રહેશે
બસ…!
(‘ચીસ’, ૧૯૭૩, પૃ. ૧)