અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/ખારવણનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખારવણનું ગીત|ધીરેન્દ્ર મહેતા}} <poem> :::દરિયેબરિયે જઈશું માલમ,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{Right|(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૧૦૪)}} | {{Right|(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૧૦૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =કાળ | |||
|next =ધુમાડો | |||
}} |
Latest revision as of 12:27, 27 October 2021
ખારવણનું ગીત
ધીરેન્દ્ર મહેતા
દરિયેબરિયે જઈશું માલમ,
કોડિયેબોડિયે રમશું;
શંખલાંછીપલાં વીણશું માલમ,
રેતીમાં બે મોર ચીતરશું;
નાવિક કેરા ગીતતરાપે લય બનીને તરશું!
આંખમાં આંજી ફીણ માલમ,
ટગરટગર ટમટમશું;
ઓટ હો કે વીળ માલમ,
અમને એમાં ફરક શું?
દરિયા કેરી છાતી ઉપર લહર થઈ થડકશું!
દરિયો કૂવાથંભ માલમ,
દરિયો અમારા લંગર;
દરિયો રૂડા સઢ્ઢ માલમ,
દરિયો અમારાં બંદર;
વાંઈયાં પૂસાં વાંઈયાં પૂસાં અલ્લાબેલી કરશું!
દરિયો અમારો લાલ માલમ,
દરિયો અમારો પીર;
એનાં મોંઘાં વ્હાલ માલમ,
એની મોટી મ્હેર;
દરિયો અમારો માલમ માલમ, દરિયે જીવી મરશું!
(પવનના વેશમાં, ૧૯૯૫, પૃ. ૧૦૪)