અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/પાસપાસે તોય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાસપાસે તોય|માધવ રામાનુજ}} <poem> પાસપાસે તોય કેટલાં જોજન દૂર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(તમે, પૃ. ૪૫)}} | {{Right|(તમે, પૃ. ૪૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =દાદાના આંગણામાં | |||
|next =સંભારણાં (સાંભરણ) | |||
}} |
Latest revision as of 12:34, 27 October 2021
પાસપાસે તોય
માધવ રામાનુજ
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ!
રાત દીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાંનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે
કે યાદ જેવું કોઈ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે સમણાનો સહવાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
(તમે, પૃ. ૪૫)