અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયન હ. દેસાઈ/તમે જશો ને…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તમે જશો ને…|નયન હ. દેસાઈ}} <poem> સૂના ઘરમાં ખાલી ખાલી માઢ મેડીય...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, ૧૯૭૯, પૃ. ૫૨)}}
{{Right|(માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, ૧૯૭૯, પૃ. ૫૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રક્ષાબહેન દવે/શેરિયુંને નદિયુંનો | શેરિયુંને નદિયુંનો]]  | શેરિયુંને નદિયુંનો આવ્યો ઑતાર]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયન હ. દેસાઈ/પિયર ગયેલી ભરવાડણ | પિયર ગયેલી ભરવાડણ]]  | પનઘટે છલકાતી ગાગર સાંભરે]]
}}

Latest revision as of 12:39, 27 October 2021


તમે જશો ને…

નયન હ. દેસાઈ

સૂના ઘરમાં ખાલી ખાલી માઢ મેડીયું ફરશે
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછીતે હોંકારાનો સૂરજ ઊગશે નહિ —
અને ઓશરીએ કલરવનાં પારેવાં ઊડશે નહિ
સમીસાંજના ધ્રુસ્કે ધ્રુસ્કે તુલસીક્યારો રડશે. — તમે જશો ને.

પીળચટ્ટા પાનેતર જેવું પછી કોઈ નહિ મલકે
પગલે પગલે ઓકળીઓના મોર પછી નહિ ટહુકે
તરફડતું એકાંત હશે ને ભણકારા ભાંભરશે. — તમે જશો ને.

ખળી, ઝાંપલી, વાડ, કૂવો, પગદંડી, ખેતર, શેઢા
બધાં તમારા સ્પર્શ વગરનાં પડી રહેશે રેઢાં
તમે ‘હતાં’–નું ઝાકળ પહેરી પડછાયાઓ ફરશે. — તમે જશો ને.
(માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, ૧૯૭૯, પૃ. ૫૨)