અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સાહિલ પરમાર /શહેરમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શહેરમાં|સાહિલ પરમાર}} <poem> રહ્યાં ફરતાં તૃપ્તિની આશ લઈ અમે ઝ...")
 
No edit summary
 
Line 22: Line 22:
{{Right|શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ ૨૦૧૪}}
{{Right|શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ ૨૦૧૪}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સાહિલ પરમાર /તું હાર્યો તો નથી જ | તું હાર્યો તો નથી જ]]  | તું ખૂબ મથ્યો, મારા બાપ ખૂબ મથ્યો — ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઘનશ્યામ ઠક્કર/— (હજી કૈં યાદની...‌)    | — (હજી કૈં યાદની...‌)  ]]  | હજી કે યાદની લાશો સડે છે વિસ્મરણ ઓથે  ]]
}}

Latest revision as of 12:53, 27 October 2021


શહેરમાં

સાહિલ પરમાર

રહ્યાં ફરતાં તૃપ્તિની આશ લઈ અમે ઝાંઝવાંના શહેરમાં
મળ્યાં જોવા ધૂંધળાં દૃશ્ય સેંકડો નેજવાના શહેરમાં.

ન નમન ફળ્યાં – ન પૂજા ફળી – ન ફળી નમાજ કે બંદગી
ને સુખડી જેવો જનમ વીતી ગયો ટીલવાના શહેરમાં.

હજી ઝાંખોપાંખોય અંશ ક્યાં મળ્યો છે સફળતાનો કોઈને?
કૂવો શોધવામાં જ વ્યસ્ત છે બધાં રાંઢવાના શહેરમાં.

હતું પાન તુલસીનું છાબડામાં છતાંય ઊંચું ગયું નહીં,
મળ્યાં માણસો કાં વજન વિહોણાં જ ગાજવાના શહેરમાં.

નથી પારખી શક્યાં જે ખુશી લઈ આવતી ખુશીનાં શુકન
અને માંગલિકનો અરથ પૂછ્યા કરે શ્રી-સવાના શહેરમાં.

કરે છે એ વાતે અમારો પીછો યા કમનસીબીનાં લશ્કરો,
નથી અમને સાગરના સગડ મળ્યા ખારવાના શહેરમાં.
શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ ૨૦૧૪