અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઘનશ્યામ ઠક્કર/મળવાનું મન પ્હોંચ્યું (રાધાના ગુસ્સાનું ગીત): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મળવાનું મન પ્હોંચ્યું (રાધાના ગુસ્સાનું ગીત)|ઘનશ્યામ ઠક્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(ભૂરી શાહીના કૂવાકાંઠે, ૧૯૮૭, પૃ. ૩૬)}} | {{Right|(ભૂરી શાહીના કૂવાકાંઠે, ૧૯૮૭, પૃ. ૩૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઘનશ્યામ ઠક્કર/ક્યાં સુધી | ક્યાં સુધી]] | શક્યતા દ્વારની સાંકળ બનીશું ક્યાં સુધી?]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રવીન્દ્ર પારેખ/આરોઓવારો | આરોઓવારો]] | ખોબામાં ઝીલું તે તારો વરસાદ અને આંખોમાં ઝીલું... ]] | |||
}} |
Latest revision as of 12:56, 27 October 2021
મળવાનું મન પ્હોંચ્યું (રાધાના ગુસ્સાનું ગીત)
ઘનશ્યામ ઠક્કર
મળવાનું મન પ્હોંચ્યું જોજનવા દૂર તોય ખેંચાતી જાઉં છું પછીતે!
ગોકુળમાં ઓળખેલ શ્યામ, તને દ્વારિકામાં ઓળખી શકીશ કઈ રીતે?
ઝાંઝર-શાં ઝણઝણતાં ડોલતાં કદંબ, આજ ડોલે તો રણકે છે હીરા!
વનરા તે વન મહીં કાંટાળી બોરડીને ભેટતાંય પડતા'તા ચીરા?
કોને ક્હૌં, સમણામાં તારા એ આરસના ચોકમાંય ચાલતાં શું વીતે?
તારી સંગાથ ગ્રહ્યો ગોવર્ધન, આજ તારાં પીંછાંનો ભાર પણ ખમાય ના.
ધગધગતો હેમરસ વ્હેતો દેખાય એવી જમનાને કાંઠે બેસાય ના!
છેવટે જો રણશિંગાં ફૂંકવાં હતાં તો કેમ વીંધી'તી વાંસળીના ગીતે?
ગોકુળમાં ઓળખેલ શ્યામ, તને દ્વારિકામાં ઓળખી શકીશ કઈ રીતે?
મળવાનું મન પ્હોંચ્યું જોજન-વા દૂર તોય ખેંચાતી જાઉં છું પછીતે.
(ભૂરી શાહીના કૂવાકાંઠે, ૧૯૮૭, પૃ. ૩૬)