અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પવનકુમાર જૈન/બાબાગાડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાબાગાડી| પવનકુમાર જૈન}} <poem> એમનાં લગ્નસમયનાં સર્વોત્તમ વસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
હવે વધુ ત્રાસ નહીં આપ. | હવે વધુ ત્રાસ નહીં આપ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રવીન્દ્ર પારેખ/ડૂબવાનું હોય જાણે | ડૂબવાનું હોય જાણે]] | ડૂબવાનું હોય જાણે કે જગત, એટલો વરસાદ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બેન્યાઝ ધ્રોલવી/જોઉં છું | જોઉં છું]] | શબ્દની ડાળો નમેલી જોઉં છું, ]] | |||
}} |
Latest revision as of 13:02, 27 October 2021
બાબાગાડી
પવનકુમાર જૈન
એમનાં લગ્નસમયનાં સર્વોત્તમ વસ્ત્રો
પહેરીને મારાં માતા-પિતા
ફરવા નીકળ્યાં છે
એમની સાથે એક બાબાગાડી પણ છે,
એ બાબાગાડીમાં બેઠો બેઠો હું
મારી ઝીણી, પાંત્રીસ વર્ષની
આંખો વડે જાડા કાચમાંથી
દુનિયાને જોઉં છું.
જતા-આવતા લોકો હસે છે.
ગુસપુસ કરે છે અથવા મોં ફેરવી લે છે
હું મારા માતા પિતાને પૂછું છુંઃ
શું આપણે આ બાબાગાડીને
ફગવી ન દઈ શકીએ?
હું બરાબર ચાલી ન પણ શ કતો હોઉં,
અને હું એટલી ઝડપથી તો કદીય
નહી દોડી શકું કે હું
ઓલિમ્પિક્સમાં ભાગ લઈ શકું.
પણ હું ડગમગ પગલે
તો ચાલી જ શકું છું.
એમના હોઠોને વધુ જોરથી
ભીડીને તેઓ બબડે છે:
તારાથી બરાબર ચાલી નથી શકાતું,
તું દોડી તો શકવાનો જ નથી
અને તારી ઉંમરે કોઈ
ડગમગ પગલે ચાલતું જ નથી.
અમે ઘણા જ થાકી ગયા છીએ,
છતાં તને બાબાગાડીમાં બેસાડીને,
ફરવા નીકળીએ છીએ,
દયા કરીને તું અમને
હવે વધુ ત્રાસ નહીં આપ.