અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેન્દ્ર ગોહિલ/શકાશે?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શકાશે?|મહેન્દ્ર ગોહિલ}} <poem> સમયને શું બીબામાં ઢાળી શકાશે? ને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૧૦૦)}} | {{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૧૦૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બેન્યાઝ ધ્રોલવી/જોઉં છું | જોઉં છું]] | શબ્દની ડાળો નમેલી જોઉં છું,]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જવાહર બક્ષી/...વાર લાગી | ...વાર લાગી]] | બે ઘડીની જ બાજી હતી જિદંગી તોય સંકલેતા વાર લાગી ]] | |||
}} |
Latest revision as of 13:04, 27 October 2021
શકાશે?
મહેન્દ્ર ગોહિલ
સમયને શું બીબામાં ઢાળી શકાશે?
ને સિક્કાની માફક ઉછાળી શકાશે?
સતત રાતભર વેરાતું જાય ઝાકળ,
ન સૂરજને તોયે પલાળી શકાશે.
સરી જાય રેતીની માફક હમેશાં,
શબદનાં હરણ કેમ પાળી શકાશે?
કે સૂરજ નથી આંખમાં ઊગવાનો,
તો અંધારને કેમ ભાળી શકાશે?
હથેળીમાં સંભવની રેખા સરે છે,
ક્ષણો કેમ સંભવતી ટાળી શકાશે?
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૧૦૦)