અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ચંદારાણા/સોના વેલણ ને રૂપા પાટલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સોના વેલણ ને રૂપા પાટલી |હર્ષદ ચંદારાણા}} <poem> સોના વેલણ ને ર...")
 
No edit summary
Line 19: Line 19:
વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો.
વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધ્રુવ ભટ્ટ/સ્મરણોનું એવું | સ્મરણોનું એવું]]  | સ્મરણોનું એવું કે ક્યાંક હોય ફૂલ, ક્યાંક ધૂળ,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/અહીં છે | અહીં છે]]  | અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે]]
}}

Revision as of 13:09, 27 October 2021


સોના વેલણ ને રૂપા પાટલી

હર્ષદ ચંદારાણા

સોના વેલણ ને રૂપા પાટલી રે
દનડાં વણતાં રે ગોરાંદે;
વ્હાલા, દરિયો વળોટી વ્હેલા આવજો.

સોના બાજઠ ને રૂપા વીંઝણો રે
રાત્યું વીંઝતાં રે ગોરાંદે;
વ્હાલા, વગડો વળોટી વ્હેલા આવજો.

સોના થાળી ને રૂપા વાટકી રે
ઠાલાં ઠાલાં રે ગોરાંદે;
વ્હાલા, ડુંગર વળોટી વ્હેલા આવજો.

સોના લેખણ ને રૂપા કાગળ રે
ટપકે અંધારાં રે ગોરાંદે;
વ્હાલા, રણને વળોટી વ્હેલા આવજો.