અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/ઇચ્છાકુંવરીનું વિસર્જન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઇચ્છાકુંવરીનું વિસર્જન|સરૂપ ધ્રુવ}} <poem> રસ્તા પર છુટ્ટી જો...")
 
No edit summary
 
Line 28: Line 28:
{{Right|(સળગતી હવાઓ, ૧૯૯૫, પૃ. ૮૫)}}
{{Right|(સળગતી હવાઓ, ૧૯૯૫, પૃ. ૮૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સલિલ/લગન આયાં ઢૂંકડાં | લગન આયાં ઢૂંકડાં]]  | લગન આયાં ઢૂંકડાં : મૂવા મોરલા ધગે બઉ ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/છાવણી | છાવણી]]  | શહેર - વ્હેરાઈ ગયું છે, વ્હેંચાઈ ગયું છે છાવણીઓમાં]]
}}

Latest revision as of 07:57, 28 October 2021


ઇચ્છાકુંવરીનું વિસર્જન

સરૂપ ધ્રુવ

રસ્તા પર છુટ્ટી જો મૂકી દોં જાતને તો ખોટ ના રહે કશી વાતની,
મોટર નૈં, સ્કૂટર નૈં, બે પગની જાતરા; ને મનની સવારી ઘોડા સાતની!

મૂડ ને મિજાજ નથી મળતાં બજારે
એ તો કૂવાહવાડાની વાયકા,
શબ્દો થૈ અવતરતી લાગણીના સંમ
અમે લોહીભીના જીવ્યા કૈં દાયકા;

ઘટના, દુર્ઘટના ને હોનારત, આયખું કે આલબેલ આગામી ઘાતની!

આજુબાજુમાં રોજ રજવાડી તાયફા
ને અલગારી ભેખ અમે લીધો,
પગલે પગલે પછી તો પારખાં છે પંડનાં;
કે અક્ષરનો મારગ નહીં સીધો!

ઝબ્બક અણસાર કાંઈ પામ્યા પછીથી અમે પડતી મેલી છ્ વાત જાતની!

અરગટ પરગટ નવા અરથોની આશકા
ને માટી ભરભર ભુક્કો ભાળું,
લગભગ કડડભુસ્સ હચમચ આ માંચડો,
ને મૂરતને તૂટતી નહિ ખાળું;

માનવ મહેરામણમાં મૂકી દઉં તરતી પછી જાય બોલો ઇચ્છા તે માતની!
(સળગતી હવાઓ, ૧૯૯૫, પૃ. ૮૫)