અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોરસિંહ સોલંકી/ખેતર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખેતર|કિશોરસિંહ સોલંકી}} <poem> મને ઊભો શેઢે પરિચિત બધાં ખેતર જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
વળી ટૌક્યાં પંખી નસ નસ મહીં કાળ ચણતાં. | વળી ટૌક્યાં પંખી નસ નસ મહીં કાળ ચણતાં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોરસિંહ સોલંકી/અંદર | અંદર]] | આ અંદર અંદર શું છે?]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કેશુભાઈ દેસાઈ/વળશો ક્યારે? | વળશો ક્યારે?]] | તમે ગયા ને અમેય જઈશું – ]] | |||
}} |
Latest revision as of 08:49, 28 October 2021
ખેતર
કિશોરસિંહ સોલંકી
મને ઊભો શેઢે પરિચિત બધાં ખેતર જુએ
ઘણાં વર્ષે આજે.
વહે ક્યારે ક્યારે કૂપ જ લઈને નીક હળવે,
પણે ખૂણે કોઈ ગુસપુસ કરે, સાંભળું : `અલ્યા
હવે શેનો બોલે? ભણતર ભણી સા'બ થઈ ગ્યો.'
રહું મૂગો;
જોઉં :
લચેલાં ડૂંડાં તો હલચલ કરે કાબર તણી
અહીં બેસી ચાંચે, પવન ઊડતો ગોફણ મહીં
ભરી પંખીટોળાં, ડગલું ભરતો આગળ વધું;
તહીં બોલ્યો શેઢો : `તવ ચરણનાં આ જ પગલાં
હજી મારા હૈયે હળવું હળવું ગીત લવતાં.'
વળ્યો પાછો ત્યાં તો
રૂંવે રૂંવે લ્હેર્યું તૃણ તૃણ લઈ ખેતર અને
વળી ટૌક્યાં પંખી નસ નસ મહીં કાળ ચણતાં.
←