અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/નદી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નદી|મણિલાલ હ. પટેલ}} <poem> એવું નથી કે નદી કેવળ નક્ષત્રલોકમાં...")
 
No edit summary
Line 67: Line 67:
}}
}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =વૃક્ષ એટલે
|next =માટી અને મેઘ
}}

Revision as of 09:35, 28 October 2021


નદી

મણિલાલ હ. પટેલ

એવું નથી કે નદી કેવળ
નક્ષત્રલોકમાં વહે છે
નદી ઊતરે છે પ્હાડોમાં
જંગલ-ઝાડોમાં, જટામાં
જળપરી થઈને વિહરવા
વણખૂંદ્યા ખોળે ખેલવા
નદી ઊતરે છે ઊંડાણોમાં
વનમાં જન-મનમાં વ્હેતી
ઝમઝમ ઝમે ઝીણું ઝીણું
અબોટ ખીણોમાં કુંવારકા નદી
રૂપાનાં ઝાંઝર જેવી
રજતવર્ણી આકાશગંગા જાણે
ભેખડો પરથી ભૂસકા મારે
પૃથ્વીના પડતર પ્રદેશોમાં
વેદનાને વ્હાલ કરતી
નદી રહે છે તીણી કસક લઈને
એકલી એકાંત થઈને
રગેરગમાં રહેતી
આદિમતાની વાત કહેતી
નિર્દોષ નદી કોશેકોશમાં
જાગતી રહે છે જન્મારો
પિતૃગૃહે —
કદી પાછી ફરતી નથી નદી...
સદી પછી સદી સૌન્દર્યવતી
કાળની વાતોમાં વહી જતી રાતોમાં
સીમને સુવર્ણ સુવર્ણ કરી દેતી
નદી-તડકાની જમાતોમાં
પૃથ્વીના પથ્થરિયા ડૂમાને
દેવ બનાવવા સદા તત્પર તે —
આપણી ઉદાસ સાંજને
આરતીમાં પલટી દેવા
આવી પૂગે છે ગામના પાદરે
ગામને કેડ્ય ઉપર તેડી લેતી
કુંવારી માતા જાણે
કામણગારી તે કાયમ ચાહવા જેવી
અનહદની આર્દ્ર એંધાણીઓ લઈને
દીવાની જેમ પ્રગટે છે પાંપણે પાંપણે
ઝાકળનાં જળ થઈને
સવારે સાંજરે વારેવારે નદી
ઊતરે છેક પાતાળે
ચઢે તરુવરની ડાળે ડાળે...

ઢાળ ભાળી ઢળતી
મૂળથી ભોળી તે ભૂલથી
જઈ ચઢી શહેરમાં સહેલવા
ને નખરાંખોર શહેર તો નકટું
નિર્દય ને નિષ્ઠુર નિર્વસ્ત્ર
કાળવું ભુખાળવું
ન્હોર મારે બીકાળવું
ઉઝરડે છાતી ઝેરી ગોબરાં જળ
કયા જનમનાં વેરી ગંધાતાં...

લીરેલીરા કરે ઊતરડે મરડે
અંગાંગને પ્રજાળે બાળે તરડે
બળતી તિરાડો ગળી જાય નદી
બેબાકળી બાવરી ભડભડ
બળી જાય નદી
સદી પછી સદી
તરસી ને તરસી
એ જ નદી...
તા. ૧૩.૧૨.૨૦૧૪/૦૧.૦૧.૨૦૧૫
વલ્લભવિદ્યાનગર, સવાર