અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/તું: કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તું: કવિતા|મણિલાલ હ. પટેલ}} <poem> આંબે મંજરી આવે એમ તું આવે છે હ...")
 
No edit summary
Line 30: Line 30:
}}
}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =વ્હાલનું વૃક્ષ
|next =મારે તો
}}

Revision as of 09:44, 28 October 2021


તું: કવિતા

મણિલાલ હ. પટેલ

આંબે મંજરી આવે એમ
તું આવે છે હોઠ સુધી
પાતાળો વીંધીને...
કૂંપળે કૂંપળે લીલાશ
આંખોમાં ભીનાશ
તું હણહણતી ઋતુ
રણઝણતી મહેક
રોમેરોમે તું
ઊઘડે તડકો થઈને
હવાઓ રમણે ચઢે
કાંટાળા થૉરને
વેલ વીંટળાઈ વળે
તીતીઘોડા જોડું બનાવે
ઊંડે ધરબાયેલી ગાંઠને
પાછો અંકુર ફૂટે
ખેડેલા ખેતરની
કંસાર જેવી માટીમાં
પિયતનાં પાણી પ્રવેશે
એમ તું પ્રવેશે છે કણેકણમાં
હવે ચાસે ચાસે લહેર ઊઠશે
તું મૉલ થઈને
લચી પડશે ખેતરમાં —
મારામાં...!
તા. ૧૪.૦૨.૨૦૧૬
રવિઃ વહેલી સવાર