અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સતીન દેસાઈ ‘પરવેઝ’/ન ગાજીએ અમે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(મુખોમુખ, ૧૯૯૩, પૃ. ૧૦)}}
{{Right|(મુખોમુખ, ૧૯૯૩, પૃ. ૧૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખ વાઘેલા/એક મિથિકલ ગઝલ | એક મિથિકલ ગઝલ]]  | હજીય ઈવ ને આદમના હોઠ ભૂખ્યા છે]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભૂપેશ અધ્વર્યુ/નાથ રે દુવારકાનો | નાથ રે દુવારકાનો]]  | દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય, ]]
}}

Latest revision as of 09:55, 28 October 2021


ન ગાજીએ અમે

સતીન દેસાઈ ‘પરવેઝ’

ગુંજીએ ભ્રમર સમું ન ગાજીએ અમે,
બાર માસ એકસરખું બાજીએ અમે.

શબ્દના સ્તરો બધાય માંજીએ અમે,
એટલે હિમાલયે બિરાજીએ અમે.

શુદ્ધ આવકાર થૈને છાજીએ અમે,
કાળ જેવા કાળને નવાજીએ અમે.

રંજ કોઈ ફાગ કે અષાઢનો નહીં,
રંગ જે જે ઓગળે તે આંજીએ અમે.

ઓ અદબ આ આગવું પ્રમાણ જોઈ લે,
ઊંચકે નકાબ એ ને લાજીએ અમે.
(મુખોમુખ, ૧૯૯૩, પૃ. ૧૦)