અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/મારો શાંમળિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારો શાંમળિયો|નીરવ પટેલ}} <poem> મારા શાંમળિયે મારી હૂંડી પૂર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
{{Right|(દલિત કવિતા, ૧૯૮૧, સંપા. ગણપત પરમાર, મનીષી જાની, પૃ. ૫૩)}} | {{Right|(દલિત કવિતા, ૧૯૮૧, સંપા. ગણપત પરમાર, મનીષી જાની, પૃ. ૫૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ફૂલવાડો | |||
|next =વહવાયા | |||
}} |
Latest revision as of 10:33, 28 October 2021
મારો શાંમળિયો
નીરવ પટેલ
મારા શાંમળિયે મારી હૂંડી પૂરી —
નીકર ગગલીના ગવનનું આંણું શેં નેંકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી…
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન!
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય!
ગગલીની મા તો જે મલકાય, માંરી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે.
મારા ભંગિયાનોય બેલી ભગવાન!
(દલિત કવિતા, ૧૯૮૧, સંપા. ગણપત પરમાર, મનીષી જાની, પૃ. ૫૩)