અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/ભીની વાત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભીની વાત|રમણીક સોમેશ્વર}} <poem> :::આપો કટકો કાગળ ::: આપો લેખણ રે :::...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(તમે ઉકેલો ભેદ, પૃ. ૩૪)}} | {{Right|(તમે ઉકેલો ભેદ, પૃ. ૩૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ચણીબોર | |||
|next =માટી | |||
}} |
Latest revision as of 10:42, 28 October 2021
ભીની વાત
રમણીક સોમેશ્વર
આપો કટકો કાગળ
આપો લેખણ રે
લખીએં ભીની વાત
સાજણ, સળેકડી જેવા આ દિવસ સરી ગયા
લંબાતી ઊભી છે માઝમરાત.
ઢોલિયા જેમ ઢળેલાં વરસો રે
માથે ઝૂમે શ્રાવણનું આકાશ,
તારાને અજવાળે સાજણ લખીએં રે
અમે અમારી ઝરમર ઝરતી રાત.
બંધ ઓરડે વણબોટ્યું અંધારું રે
બંધ આંખમાં તરતી ભીની વાત,
લખીએં તો તમને ઝાઝું શું લખીએં રે
લખીએં પારિજાત.
આપો કટકો કાગળ
આપો લેખણ રે
લખીએં ભીની વાત,
સાજણ, સળેકડી જેવા આ દિવસ સરી ગયા
લંબાતી ઊભી છે માઝમરાત.
(તમે ઉકેલો ભેદ, પૃ. ૩૪)