અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ મકવાણા/સમણાં વીણવા હાલી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સમણાં વીણવા હાલી|મહેશ મકવાણા}} <poem> રૂપલે મઢી ફાગણ રાતે હાથ હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|કુમાર, ડિસેમ્બર}} | {{Right|કુમાર, ડિસેમ્બર}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બારીન મહેતા/હમણાંનું… | હમણાંનું…]] | હું પથ્થરને ક્યારનોય તાકી રહ્યો છુ ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મંગલમ્/કૅન્સર | કૅન્સર]] | સુખની લાગણીઓ દુ:સ્વપ્નનની જેમ ટાંપી ]] | |||
}} |
Latest revision as of 10:52, 28 October 2021
સમણાં વીણવા હાલી
મહેશ મકવાણા
રૂપલે મઢી ફાગણ રાતે હાથ હવાનો ઝાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
સોળ ચોમાસાં ઠાલવી દીધાં
ઓણ ચોમાસું પીધું
આભની ટાઢી જલધારાએ
અંગ દઝાડી દીધું.
વહેતી જાઉં હું જ બે-કાંઠે, ગામની નદિયું ખાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
છાબડી મારી છલકે ભેળી
હું ય ઘેલી ઢોળાઉં
માઢ ને મેડી, ફળિયું-શેરી,
સીમ સુધી ફોરાઉં.
પગલે પગલે ઢોળાતી આવી ધૂળમાં જોબન લાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
કુમાર, ડિસેમ્બર