અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊર્મિલા ઠાકર/ક્લિક... ડિલીટ્... ક્લિક્: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ક્લિક... ડિલીટ્... ક્લિક્| ઊર્મિલા ઠાકર}} <poem> એકલા એકલા અફળાતા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 316: | Line 316: | ||
{{Right|(પરબ, જાન્યુઆરી)}} | {{Right|(પરબ, જાન્યુઆરી)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કાનજી પટેલ/દવ | દવ]] | પહેલાં હથેળી જેટલી ભોંયમાં ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયેન્દ્ર શેખડીવાળા/કોણ? | કોણ?]] | ધારો કે આંખ હો કુંવારી કન્યકા તો પાંપણે ફરક્યું તે કોણ? ]] | |||
}} |
Latest revision as of 10:56, 28 October 2021
ઊર્મિલા ઠાકર
એકલા એકલા અફળાતા અવાજો—
હાંફળા-ફાંફળા,
ટહેલતા
ક્યારેક આંટાફેરા કરતા
બાઇક પર બેફામ દોડતા
ચહેરા વિનાના
અ-વાચક અવાજો
ટ્યૂઇન...ટ્યૂઇન...ટ્યૂઇન...
ટ્યૂ...ઇ...ન...ન...ન...
એસએમએસ
ILU (આઇ લવ યુ)
MMA H B D (મમા, હૅપી બર્થ ડે)
ટીન...ટીન...ટીન...ટીની...ની...ની...ન...
વળતો
એસએમએસ
ક્યાં ગયા શબ્દો...?!
ક્યાં જઈને શ્વસશે હવે...?!
ક્યાં જઈને
અવતરશે હવે એના અર્થો...?!
ક્યાં ગયું
મારી ભાષાનું હીર?!
કોણ ખેંચી રહ્યું એનાં ચીર?!
ભીષ્મને કોણે કહ્યું ‘સ્ટેચ્યુ...?!
ક્યાં ગયા કૃષ્ણ,
ક્યાં ગયું સુદર્શનચક્ર... ?!
... ...
ક્લિક્... સર્ચ... ક્લિક્
કઈ વેબસાઇટમાં શોધું?
______ com ______
,,, ,,,
______ com ______
કાગળ શોધું છું
પેન ખંખેરું છું...
શાહી જ નથી...!
નીબ પર તૂટેલી...!
રીફીલ લઉ છું હાથમાં...
પણ લખું શું
કોરાકટ્ટ કાગળમાં...?!
ક્યાંથી લાવું શબ્દો?
લાવ, જોઈ જાઉં ડાયરી
પણ, ડાયરી તો ડિજિટલ...!
વન વન, ઝીરો વન
ઝીરો ઝીરો, વન વન
ફોન, મોબાઇલ ફૅક્સ,
ઈ-મેઇલ-આઇડી, પાસવર્ડ,
વેબસાઇટ...!...!,..!
... ...
ક્લિક્...સર્ચ...ક્લિક્
... ...
ટપ...ટપ...ટપ...ટપ...
ટેરવાં ફરવા માંડે કી-બૉર્ડ પર
કમ્પ્યૂટર સ્ક્રીન પર તૈયાર થઈ જાય લેટર...
ક્ષણમાત્રમાં પહોંચી જાય
ઈ-મેઈલ એડ્રેસ પર... યંત્રવત્...
ન કોઈ મંત્ર, ન કશું... મંત્રવત્
ક્લિક્... એન્ટર... ક્લિક્
વળતી ક્ષણે જ સામે ઈ-મેઇલ...!
વૉટ અ ક્વિક રિસ્પોન્સ!...
... ...
વળી,
સર્ચ, ક્લિક્, ડાઉનલોડ...
નહીં તો
ક્લિક્...ક્લોઝ...ક્લિક્
પ્રતીક્ષા એટલે શું?
ખબર નહીં
ક્લિક્...ઓપન...ક્લિક્...ક્લોઝ
... ...
બારસાખે રાખી હાથ
ઊભીએ ઉંબર પર,
દૂરથી આવે ટપાલી,
આપી જાય પત્ર
ચાંપીએ હૈયાસરસો,
ખોલીએ, વાંચીએ,
જાળવીને જતનથી...
મન થાય એટલી વાર વાંચીએ...
ફરી...ફરી, વળી...વળી
ઓશીકા પાસે
ફાનસના અજવાળે
પણ...
હવે તો —
વન, વન, ઝીરો વન
ઝીરો ઝીરો, વન વન.
પૃથ્વીની ગોફણમાંથી
ક્યાં ફંગોળાઈ ગઈ છું...?!
નથી આકાશ
નથી પગ તળે ધરતી
નથી હવા, નથી પાણી
છે માત્ર —
વર્ચ્યુઅલ રિઆલિટી
છે માત્ર —
ઊંચા ઊંચા
તોતિંગ ટાવર... ટાવર... ટાવર...
ચા...રે...બા...જુ...
તાર...તાર...તાર...તાર...!
જોડાયેલા ને નહીં જોડાયેલા...!
વીંટળાયેલા ને નહીં વીંટળાયેલા...!
દેખાતા ને નહીં દેખાતા...!
કઈ અદૃશ્ય જાળમાં
ફસાઈ ગઈ છું...?!
નથી ફૂંકાતો પવન
કે નથી લાગતી આગ
કે નથી તૂટતી આ જાળ...!
... ...
કેમ કોઈ
સાંભળતું નથી મારી ચીસો...?!
ક્યાં અફળાય છે,
પછડાય છે, પડઘાય છે
ને વેરણછેરણ થાય છે મારો અવાજ...?!
કોણ ભરે છે પ્હેરો
મારા એક એક શ્વાસ...પર...?!
કેમ હાલતા નથી હાથપગ...?!
ખુદ દરિયો જ
જકડી રાખે છે મને
એની જાળમાં...!
કોણ કાપે આ જાળ...?
ને કોણ આપે પારેવાને પાંખ...?!
છે કોઈ જંતર-મંતર...?!
... ...
ક્યાં છે કોઈ અંતર...?!
ક્યાં છે આકાશ...?
ક્યાં છે પાંખોનો ફડફડાટ...?!
ક્યાં છે ભેજ, તેજ,
ઝબકાર દે ધબકાર...?!
છે માત્ર —
કોરોધાકોર કમ્પ્યૂટર સ્ક્રીન...!
કોરુંધાકોર આકાશ
કોરોધાકોર દરિયો
... ...
ક્લિક્...ડિલીટ્...ક્લિક્
હળવેકથી...
મુવ ધ માઉસ ઍરો
ક્લિક્... સંબંધ... ક્લિક્
ક્લિક્... જોડાય...
ક્લિક્... ડિલીટ્... ક્લિક્
ફોરવર્ડ... ક્લિક્
બેકવર્ડ... ક્લિક્
ક્લિક્... ડિલીટ્... ક્લિક્
ક્લિક્... સંબંધ... ડિલીટ્... સંબંધ...
ડિલીટ્... ક્લિક્... ડિલીટ્...
ક્લિક્... ડિલીટ્... ક્લિક્
... ...
ન ચ્હેરા...
ન મ્હોરાં...
માત્ર...
ક્લિક્... ડિલીટ્... ક્લિક્... ડિલીટ્...
... ...
... ...
ચેટિંગ, વેટિંગ, ગેટિંગ, ડેટિંગ...
હલ્લો... હાય
હલ્લો... હલ્લો...
નો.. મોર...
ડિલીટ્... ક્લિક્... શટ...
ના, નથી રમવી મારે
કમ્પ્યુટર ગેઇમ
નથી જોઈતી વીડિયો ગેઇમ
ના...ના...ના...આ...
મારે તો,
‘ગોળ ગોળ ધાણી’ કરવું છે
‘અચકો મચકો’ રમવું છે
ક્યાં ગઈ મારી કોડીઓ?
મા, કોણ રમશે પાંચીકા મારી સાથે?
ક્યા છે મારી નાની નાની બેની?
‘ઢેલ પાણી ઢોળે છે
મોર પગલાં પાડે છે’
મા, ક્યાં ગયો મોર...?
કોણ પાડશે ફૂલ જેવી પગલીઓ...?
ક્યાં ગઈ કાળી ધોળી રાતી ગાય...?
ના...આ...
મારે કાર્ટૂન નથી જોવું
નથ્થી જોવું...
બંધ કરી દો... ટી.વી.... ફીવી
બંધ કરી દો... કમ્પ્યૂટર-ફમ્પ્યૂટર
ક્લિક્...શટડાઉન... ક્લિક્
શટડાઉન કરતાં જ
શું થીજી ગયો સમય?!
હમણાં તો
કરતો હતો ઊડાઊડ
ફડફડ... ફડ...ફડ...ફડ
www... www... www...
યુએસએ... લંડન...
સ્વીડન... ચાઇના... જાપાન
અહીંથી ત્યાં ને
ત્યાંથી અહીં...
કોણે અટકાવી દીધો એને?
કોણે લટકાવી દીધો એને?
ઊંધે માથે...?!
અદૃશ્ય તારા પર...?!
... ...
હવે —
અવકાશ નથી,
સમય નથી, અંતર નથી
જંતર નથી, મંતર નથી
હવે છે માત્ર —
ગ્લોબલ વિલેજ...!
વિલેજ...?!
તું તો રાહ જોતી રહી —
ગોધૂલિવેળાની...
વાછરડીને ભાંભરવાની...
ચકચકિત બોઘરણામાં
દૂધની ધારાના રણકારની...
દીવો કરતી માના ચહેરા પર
અજવાળું જોવાની...
આરતીના ઘંટારવની...
ચૂલા પર શેકાતા રોટલાની
ને ખીચડીમાં રેલાતા ઘીની સોડમની...!
મા, મારે નથી ખાવું
બ્રેડ, બટર, પેસ્ટ્રી...
પિઝા, બર્ગર, હૉટડૉગ...
ના... ના... ના...
ના, છરી-કાંટાથી નહીં... ના.
મા, મને ખીચી-દૂધ આપ
ચાંદાપોળી, ઘીમાં ઝબોળી...
ક્યાં છે દાદાનો ડંગોરો...?!
મારે ઘોડો ઘોડો રમવું છે.
નદીએ ના’વા જવું છે
... ...
‘ગોરમાનો વર કેસરિયો
નદીએ ના’વા જાય રે ગોરમા’
... ...
ચણિયા-ચોળી પહેરી,
મારે ફેરફુદરડી ફરવું છે
મા, મારા હાથે મેંદી મૂક
મા, મારે ઘરઘર રમવું છે
ક્યાં ગઈ મારી ઢીંગલી?
‘અમે ચાર ચકલીઓ
અમે દાદાની દીકરીઓ’
ક્યાં છે દાદા,
ક્યાં છે દાદાની દીકરીઓ...?!
‘દાદાને આંગણ આંબો મ્હોરિયો’
ક્યારે બેઠી મંજરી આંબે?
કોણે પીધી સુગંધ, ક્યારે...?!
ક્યાં છે આંબો?
ક્લિક્...
સોળ વરસ... ડિલીટ્...
પહેલો વરસાદ... ડિલીટ્...
ભીની ભીની સુગંધ... ડિલીટ્...
કાચી કેરી જેવાં સપનાં... ડિલીટ્
પાંખાળો ઘોડો... ડિલીટ્...
રાજકુમાર...ડિલીટ્...
ક્લિક્...ડિલીટ્...ક્લિક્
ના ફૂલ ફૂટ્યાં...
ના પાંખ...
ફૂટ્યાં ક્લિક્... ડિલીટ્... ક્લિક્
ફડફડ... ફડ... ફડ... ફડ
http..www...www...www...
‘દાદા હો દીકરી
વાગડમાં ના દેશો રે...’
‘અમે ઇડરિયો ગઢ
જીત્યા રે આનંદ ભયો’
ક્યાં છે ગઢ
ને
ક્યાં છે કાંગરા?
ક્યાં છે બુરજ ને દરવાજા?
ક્યાં છે દુંદાળા એ દેવ?
ક્યાં છે સૂંઢાળા એ હાથી?
ક્યાં છે પાંખાળા એ ઘોડા?
ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે?!
એક્વેરિયમમાં
ઉપર-તળે
રંગબેરંગી માછલીઓની
આવન-જાવન
નહીં અંદર, નહીં બહાર
... ...
ક્યાં છે ગુલમ્હોર ને
ગલમાળાનાં આંગણ...?!
ક્યાં છે કેસુડાં ને
કેસુડાંનાં કામણ...?!
ઋતુઓને ક્યાં પાંગરવાનું...?!
હોડીને ક્યાં નાંગરવાનું...?!
ક્યાં... ક્યાં... ક્યાં...?!
... ...
આ કોરાકટ્ટ આકાશને માટે
વાદળ ક્યાંથી વીણી લાવું?
સુક્કીભંઠ નદીઓના કાજે
પાતાળનાં સહુ
પડ તોડીને
તળ તોડીને
પાણી ક્યાંથી ખેંચી લાવું?
એ
હિલ્લોળાતા દરિયા
પાછા ક્યાંથી તાણી લાવું?!
થાય મને કે મેઘ થઈને વરસું
ને ખીલવું મેઘધનુષ્ય
પણ—
પણ—
ક્યાં ગઈ બધીયે ઇન્દ્રિયો...?!
કોણ છો તમે...?!
ક્યાં છે તમારો ચહેરો...?!
કોણ છું હું?!
ક્યાં છે મારો ચહેરો...?!
હલ્લો...
હલ્લો... હલ્લો...
હલ્લો... ઓ...ઓ...ઓ...?
(પરબ, જાન્યુઆરી)