અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)|હરીશ મીનાશ્રુ}} <poem> ::સાધો,...")
 
No edit summary
 
Line 20: Line 20:
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ઘરવખરી ૪ (સોય દોરો ને...)
|next = પદપ્રાંજલિ ૫૨ (સાધો હરિવરના...)
}}

Latest revision as of 11:24, 28 October 2021


પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)

હરીશ મીનાશ્રુ

સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જઈ રુદરાખે

નભ આલિંગન લિયે નિરંતર
તો ય વિહગ બૈરાગી
ભગવામાં યે ભરત ભરીને
સોહે તે અનુરાગી

એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે

તુલાવિધિ મુરશિદની કરવા
મળે જો એક તરાજુ
સવા વાલ થઈ પડખેના
પલ્લામાં હું જ બિરાજુ

ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે