અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાગ્યેશ જહા/બીક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બીક|ભાગ્યેશ જહા}} <poem> એને મરણની અસર નથી થતી, સ્મરણની પણ અસર ન...")
 
No edit summary
 
Line 18: Line 18:
{{Right|શબ્દસૃષ્ટિ, સપ્ટે.}}
{{Right|શબ્દસૃષ્ટિ, સપ્ટે.}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાગ્યેશ જહા/પહાડો ઓગળી રહ્યા છે. | પહાડો ઓગળી રહ્યા છે.]]  | પહાડો ઓગળી રહ્યા છે. ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર બારોટ/ગીત (શેઢે બેઠો છે...) | ગીત (શેઢે બેઠો છે...)]]  | શેઢે બેઠો છે કિરતાર, મારી સાથે મહેનત કરતો, ]]
}}

Latest revision as of 12:34, 28 October 2021


બીક

ભાગ્યેશ જહા

એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી,
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન આના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી

પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય.
શબ્દસૃષ્ટિ, સપ્ટે.