અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/સોનેરી પતંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 34: Line 34:




{{HeaderNav2
{{HeaderNav
|previous =શબદમાં જીનકું ખાસ ખબરાં પડી
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/સંબંધ  | સંબંધ ]]  | સંબંધ હતો મારે એ ડોસી સાથે…]]
|next = છાપાવાળો છોકરો
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/કૂંચી આપો, બાઈજી! | કૂંચી આપો, બાઈજી!]]  | કૂંચી આપો, બાઈજી! તમે કિયા પટારે મેલી  ]]
}}
}}

Latest revision as of 12:59, 28 October 2021


સોનેરી પતંગ

યોગેશ જોષી

નાનો હતો ત્યારે
કપાયેલા એક સોનેરી પતંગ પાછળ
દોડતો...
પવન સાથે સેલારા લેતા એ પતંગના
દોરનો છેડો
મારી આંગળીઓથી
જરીક જ દૂર રહેતો...
હું કૂદકો મારતો
તો લટકતા દોરને છેડોય
જરીક ઊંચે જતો...!
ખુલ્લા મેદાનમાં
એ સોનેરી પતંગની
પાછળ ને પાછળ
હું દોડ્યા કરતો...
પતંગ ઊંચેની હવામાં
ઊંચે ને ઊંચે તો નહોતો જતો
પણ નીચેય નહોતો આવતો...
હજીય હું
દોડ્યા કરું છું આ પૃથ્વી પર...
સોનેરી પતંગ હવે
એકાદ વેંત જ દૂર છે...
મેં
હાથ
લંબાવ્યો છે
ક્ષિતિજ રેખાની બહાર
પેલે પાર... ...
ગુજરાત, દીપોત્સવી