અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/તો અમે આવીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તો અમે આવીએ |વિનોદ જોશી}} <poem> આપી આપીને તમે પીંછું આપો, સજન! પ...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૧૧)}}
{{Right|(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૧૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ઝાલર વાગે જૂઠડી
|next = ખડકી ઉઘાડી હું તો…
}}

Latest revision as of 13:11, 28 October 2021


તો અમે આવીએ

વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો,
સજન! પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નિચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને સમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યાં;

આપી આપીને તમે ટેકો આપો,
સજન! નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ,
આંગળીયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો,
સજન! આંખો આપો તો અમે આવીએ…
(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૧૧)