કુંવરબાઈનું મામેરું/કડવું ૧૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૪| રમણ સોની}} <poem> [ છાબ ખાલી હતી તે ‘જુઓ શામળિયે ભરી.’ વ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|કડવું ૧૪| રમણ સોની}}
{{Heading|કડવું ૧૪| }}

<poem>
<poem>
[ છાબ ખાલી હતી તે ‘જુઓ શામળિયે ભરી.’ વડસાસુએ ભયાનક યાદી કરીને ઠાવકી કુટિલતાથી કહેલું – ‘આશરા પડતું મેં લખાવ્યું, બાપ તમારો રાંક’ એનો સચોટ ઉત્તર હોય એમ કુંવરબાઈ કહે છે : ‘જો લખ્યાથી આશ હોય ઘણી, માગી લેજો બાઈ, પહેરામણી’. લોભી નાગરોનાં મનની દરિદ્રતા પણ અહીં ઉઘાડી પડી જાય છે, એમાં કવિનું આલેખનકૌશલ છે. ]
{{Color|Blue|[ છાબ ખાલી હતી તે ‘જુઓ શામળિયે ભરી.’ વડસાસુએ ભયાનક યાદી કરીને ઠાવકી કુટિલતાથી કહેલું – ‘આશરા પડતું મેં લખાવ્યું, બાપ તમારો રાંક’ એનો સચોટ ઉત્તર હોય એમ કુંવરબાઈ કહે છે : ‘જો લખ્યાથી આશ હોય ઘણી, માગી લેજો બાઈ, પહેરામણી’. લોભી નાગરોનાં મનની દરિદ્રતા પણ અહીં ઉઘાડી પડી જાય છે, એમાં કવિનું આલેખનકૌશલ છે. ]}}
<br>

(રાગ મારુ)
(રાગ મારુ)
Line 42: Line 43:
આપ્યા સાસુને સોળે શણગાર,  પહેરાવી કીધો નમસ્કાર;
આપ્યા સાસુને સોળે શણગાર,  પહેરાવી કીધો નમસ્કાર;
તવ કોપ્યાં વડસાસુ અપાર, સરવ કુટુંબનો કીધો તિરસ્કાર.{{space}} ૧૨
તવ કોપ્યાં વડસાસુ અપાર, સરવ કુટુંબનો કીધો તિરસ્કાર.{{space}} ૧૨
:::: વલણ
:::: '''વલણ'''
તિરસ્કાર કીધો ડોશીએ : ‘પહેરામણી પહેરું નહીં;
તિરસ્કાર કીધો ડોશીએ : ‘પહેરામણી પહેરું નહીં;
વડી વહુ આગળ થઈ,  હું ઘરડી તે પાછળ રહી!’{{space}} ૧૩
વડી વહુ આગળ થઈ,  હું ઘરડી તે પાછળ રહી!’{{space}} ૧૩

Revision as of 08:09, 29 October 2021

કડવું ૧૪

[ છાબ ખાલી હતી તે ‘જુઓ શામળિયે ભરી.’ વડસાસુએ ભયાનક યાદી કરીને ઠાવકી કુટિલતાથી કહેલું – ‘આશરા પડતું મેં લખાવ્યું, બાપ તમારો રાંક’ એનો સચોટ ઉત્તર હોય એમ કુંવરબાઈ કહે છે : ‘જો લખ્યાથી આશ હોય ઘણી, માગી લેજો બાઈ, પહેરામણી’. લોભી નાગરોનાં મનની દરિદ્રતા પણ અહીં ઉઘાડી પડી જાય છે, એમાં કવિનું આલેખનકૌશલ છે. ]

(રાગ મારુ)
મહેતાજીએ તેડી દીકરી, ‘જુઓ, છાબ આ શામળિયે ભરી;
પહેરાવો સરવ નાત નાગરી, આ અવસર નહિ આવે ફરી.’          ૧

કંકાવટી કર માંહે ધરી, સાસુ પાસે વહુ સંચરી;
હાસ કરી ગર્વે ઉચ્ચરી : ‘બાઈ વસ્ર આપો વહેંચી કરી.          ૨

વૈષ્ણવ કહીને દેતાં ગાળ : "એ શું મામેરું કરશે કપાળ?"
તમો નિંદતાં તુલસી ને તાળ, તેણે વશ કીધા ગોપાળ.          ૩

જુઓ, કમાઈ દુર્બળ તણી, જીવે છે હરિના ગુણ ભણી;
જો લખ્યાથી હોય આશા ઘણી, માગી લેજો, બાઈ! પહેરામણી.’          ૪

સાંભળી કુંવરવહુની વાણી, સાસુએ તેડ્યાં ગોર-ગોરાણી;
પૂજ્યા પાય બહુ આદર કરી, આઠ વસ્ર આપ્યાં કર ધરી.          ૫

ભીડ નાગરની ઘણી ભાળી, પછેડીની પલવટ વાળી;
આવ્યા છાબ પાસે વનમાળી, છોડી ગાંઠડી વસ્ત્ર આપે ટાળી.          ૬

મહેતોજી કહે : ‘લો આ, દીકરી! સસરાને આપો પામરી;’
ગડી જરકથી વાઘાની કરી, હેમ સાંકળી ઉપર ધરીઃ          ૭

‘વરના મુખ આગળ જૈ ધરો, નીચું જોઈને પાછાં ફરો;
પહેરામણી મનગમતી કરો, રખે પગલું પાછું ભરો.’          ૮

સજોડે તેડ્યાં જેઠ-જેઠાણી, આઠ વસ્ત્ર પહેરાવ્યાં આણી;
પ્રીતે પૂજ્યાં દિયર-દેરાણી, બુસટિયો તવ બોલ્યો વાણી :           ૯

‘જ્યહાં નરસૈંયો ત્યહાં નવનિધિ,’ દિયરિયો બેઠો હઠ કીધી;
પાંચ મહોર સોનાની લીધી, પછે પહેરામણી ચાલવા દીધી.          ૧૦

‘કુંવરબાઈ પિતા કને આવી, નણદીએ પહેરામણી અટકાવી;
રાખડી બે તોલાની લાવી, દસ તોલા આપી સમજાવી.          ૧૧

આપ્યા સાસુને સોળે શણગાર, પહેરાવી કીધો નમસ્કાર;
તવ કોપ્યાં વડસાસુ અપાર, સરવ કુટુંબનો કીધો તિરસ્કાર.          ૧૨
વલણ
તિરસ્કાર કીધો ડોશીએ : ‘પહેરામણી પહેરું નહીં;
વડી વહુ આગળ થઈ, હું ઘરડી તે પાછળ રહી!’          ૧૩