અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ વ્યાસ ‘મિસ્કીન’/તું (છોડીને આવ તું): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તું (છોડીને આવ તું)|રાજેશ વ્યાસ ‘મિસ્કીન’}} <poem> ::::::::::::તારું ક...")
 
No edit summary
 
Line 19: Line 19:
::::::::::::એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
::::::::::::એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણકુમાર રાઠોડ ('પ્રણય' જામનગરી)/હોય છે | હોય છે]]  | સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે, ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ વ્યાસ ‘મિસ્કીન’/મંદિર-કબાટ-ચૂલો | મંદિર-કબાટ-ચૂલો]]  | મંદિર-કબાટ, ચૂલો ખુરશી-પલંગ જેવું ]]
}}

Latest revision as of 10:32, 29 October 2021


તું (છોડીને આવ તું)

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારા જ નામનું,
હું એ જ ઘર છું એ જ ભલેને ન આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

મિસ્કીન સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.