અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/અમે વૃક્ષની જાત...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમે વૃક્ષની જાત...|ઉષા ઉપાધ્યાય}} <poem> અમે વૃક્ષની જાત — અમે ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
:: અમે ના ખળખળ વહીએ સંગે. | :: અમે ના ખળખળ વહીએ સંગે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/બા | બા]] | ક્યારેક મારી બા હસી પડતી ત્યારે તેના... ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/આખ્ખું આકાશ તારી આંખમાં | આખ્ખું આકાશ તારી આંખમાં]] | મારી નજરુંના નાજુક આ પંખીના સમ]] | |||
}} |
Latest revision as of 10:48, 29 October 2021
અમે વૃક્ષની જાત...
ઉષા ઉપાધ્યાય
અમે વૃક્ષની જાત —
અમે ના ખળખળ વહીએ સંગે.
ડાળ-પાનમાં રહે ઝીલાતો
જળનો નાતો સ્હેજ!
ફૂલ-કળીમાં છલકે સઘળે
જળનું ઝલમલ તેજ,
પામિયા અચળપણાના શાપ
અમે ના ખળખળ વહીએ સંગે.
થાય અધિકું કદી, ઝૂકીને,
નિરખી લઈએ જળમાં,
વળી સમેટી જાત, ઊતરીએ
સદીઓ જૂનાં તળમાં,
પામિયાં મૂળ-માટીનું રૂપ
અમે ના ખળખળ વહીએ સંગે.
હશે અધિકાં મારાં કરતાં
પરપોટાનાં ભા’ગ,
ભલે પલકભર વહે ઝીલતાં
મેઘધનુષી રાગ,
અમારે ઝીલવી નરદમ ધૂપ
અમે ના ખળખળ વહીએ સંગે.