અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/ખડક: Difference between revisions
Jump to navigation
Jump to search
(પૃથ્વી)
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખડક|રાજેન્દ્ર પટેલ}} <poem> <center>(પૃથ્વી)</center> ઊભા ખડક જે કંઈ સમયથી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(શબ્દસૃષ્ટિ, જુલાઈ)}} | {{Right|(શબ્દસૃષ્ટિ, જુલાઈ)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ત્રિવેદી/પહાડની એક પળ | પહાડની એક પળ]] | છાતી ઉપર હાથ મૂકીને કોઈ પડ્યું હો આડું]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/ખરતો તારો | ખરતો તારો]] | ખરતો તારો બ્રહ્માંડનો પડઘો. પળમાં પહોંચાડે છે ]] | |||
}} |
Latest revision as of 11:14, 29 October 2021
ખડક
રાજેન્દ્ર પટેલ
ઊભા ખડક જે કંઈ સમયથી, મથે પામવા
અજાણ પડઘા રહે વલખતા થરો હાંફતા.
નહોર ભણકારના સતત કોરતાં પથ્થરો,
ખરે ખડક સ્હેજ ને, કણ કણે ખરે ભેખડો.
હવા, હવડ અંધકાર ઢસડે ગુફા બ્હાર ને
પ્રકાશ ભમતો રહે શિખરથી તળેટી સુધી.
અદૃશ્ય ક્ષણ લૂછતી, કણસતી તિરાડો બધી,
ઘણુંય મલકાય ખીણ, ખડકો અને કંદરા.
સુદૂર ઊડતાં વિહંગ લલચાવતાં ઊડવાં,
નિનાદ જળનો વહે, જગવતો બધી કંદરા.
અનાદિ પળ વિસ્મરે, અચળ વીર યોદ્ધો હવે,
વિરામ કરતો અજાયબ વિરાટ ઑળો બની.
સુકાન બનતો હવે, ખડક શૂન્યની નાવનું,
અજાગ સફરે ધસે, રજ રજે ઊડે પર્વતો.
(શબ્દસૃષ્ટિ, જુલાઈ)