અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વસંત જોષી/જંગલની રાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જંગલની રાત| વસંત જોષી}} <poem> ચડતી ઊતરતી ટેકરીઓના ઢોળાવ વચ્ચે...")
 
No edit summary
 
Line 29: Line 29:
{{Right|એતદ્, ૨૦૩ જુલાઈ-સપ્ટે.}}
{{Right|એતદ્, ૨૦૩ જુલાઈ-સપ્ટે.}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંજુ વાળા/પ્રતીતિ | પ્રતીતિ]]  | અચાનક બધું ગોઠવાઈ જાય યથાસ્થાને]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/ ‘પળી દૂધ ઓછું’ (કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ)  |  ‘પળી દૂધ ઓછું’ (કવિ શ્રી રમેશ પારેખને શબ્દાંજલિ) ]]  | અક્ષરો હેબતાઈ ગ્યા છે! ]]
}}

Latest revision as of 12:22, 29 October 2021


જંગલની રાત

વસંત જોષી

ચડતી ઊતરતી ટેકરીઓના ઢોળાવ વચ્ચેથી
ચંદ્રના ઝાંખા અજવાસે
ચૂપચાપ પ્રવેશે છે
મારા ઓરડામાં
જંગલની રાત.
દૂર વહેતા ઝરણાનો અવાજ
ધીમો ધીમો સંભળાય
આખા ઓરડામાં સુગંધ ફેલાય
જંગલ ઓઢીને આવી
જંગલની રાત.
વાળની સુગંધથી
ઓરડો મઘમઘે
બહારના પવનમાં
ધીરે ધીરે ઓગળતી જાય
અંધકારના ટુકડાને મૂકી
ચૂપચાપ સરકી જાય જંગલમાં
ઓરડામાં ફેલાયેલી
સુગંધથી ઊકલતા ઘૂંટાતી જાય.
અંધકારની અડોઅડ રાતભર બેસી
જોયા કરું
ચડતી ઊતરતી ટેકરીઓના ઢોળાવે
ઝાંખા અજવાસે
જંગલની રાત.
એતદ્, ૨૦૩ જુલાઈ-સપ્ટે.