અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/તૌફિક ‘પ્રીતમ’/— (તિમિરમય રાતને કાજળની...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|— (તિમિરમય રાતને કાજળની...)|તૌફિક ‘પ્રીતમ’}} <poem> :::::તિમિરમય રા...")
 
No edit summary
 
Line 22: Line 22:
:::::જીવનને ઝાંઝવાનાં જળની ઉપમા હું નહીં આપું.
:::::જીવનને ઝાંઝવાનાં જળની ઉપમા હું નહીં આપું.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’/મોજમાં રેવું | મોજમાં રેવું]]  | મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે...]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નઝર’ તુરાવા/— (પછી શોધ્યો નહિ જડશે...) | — (પછી શોધ્યો નહિ જડશે...)]]  | પછી શોધ્યો નહિ જડશે કોઈ માનવ આ દુનિયામાં]]
}}

Latest revision as of 12:56, 29 October 2021


— (તિમિરમય રાતને કાજળની...)

તૌફિક ‘પ્રીતમ’

તિમિરમય રાતને કાજળની ઉપમા હું નહીં આપું,
જીવનનાં શૂળને બાવળની ઉપમા હું નહીં આપું.

હૃદય-જંગલ મહીં નિશ્ચય ભયંકર આગ લાગી છે,
છે ઠંડી આગ, દાવાનળની ઉપમા હું નહીં આપું.

છે મારાં અશ્રુમાં સૌરભ બળી કોઈનાં સ્મરણોની,
શું કે’શે લોક જો શતદળની ઉપમા હું નહીં આપું?

કોઈના રૂપનાં ઓજસ કોઈથી ક્યારે સમજાશે?
યદિ આ પુષ્પને ઝાકળની ઉપમા હું નહીં આપું!

રૂપક સુંદર છે કિન્તુ એમની ફોરમનું શું થાશે?
તમારા કેશને વાદળની ઉપમા હું નહીં આપું.

યદિ સૌંદર્ય તારું સાંપડી જાયે મને, ‘પ્રીતમ!’
જીવનને ઝાંઝવાનાં જળની ઉપમા હું નહીં આપું.