અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ /ઊધડો સોદો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઊધડો સોદો|સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’}} <poem> અમે તો સોદો કરશું ઊ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ઇદંતા, ૧૯૯૬, પૃ. ૩૨)}}
{{Right|(ઇદંતા, ૧૯૯૬, પૃ. ૩૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રજનેન્દુ રૉય/રેતી અવાજની  | રેતી અવાજની ]]  | આકાશ જેવું કરગરે રેતી અવાજની, ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/પાનબાઈ! | પાનબાઈ!]] | જેમ જેમ ઊતરે છે ગહેરાઈ, પાનબાઈ]]
}}

Latest revision as of 13:04, 29 October 2021


ઊધડો સોદો

સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’

અમે તો સોદો કરશું ઊધડો,
કોણ છાબડું લઈને બેસે, કોણ આદરે ધડો!

શેની કરવી ધાણ જોખવું કઈ બાજુ રે નમતું!
અમને ટીપેટીપું ગણવું, નથી કોઈ દી ગમતું!

મોજ સમંદર અભરે ભર્યો, તુંય ભરી લે ઘડો
અમે તો સોદો કરશું ઊધડો!

જાતજાતનાં વજન છાબડાં, કોણ ફેરવે સાથે,
અહીં તો મબલખ માલ પડ્યો છે, હજી આપણી માથે!
નથી હાટ, વેપાર રોકડો, જ્યાં બેસી ત્યાં થડો!
અમે તો સોદો કરશું ઊધડો.
(ઇદંતા, ૧૯૯૬, પૃ. ૩૨)