અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/અલ્કાત્રાઝનું રસોડું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અલ્કાત્રાઝનું રસોડું |મનીષા જોષી}} <poem> અલ્કાત્રાઝની સવાર...")
 
No edit summary
Line 37: Line 37:
{{Right|તથાપિ, ડિસે.-ફેબ્રુ.-માર્ચ ૨૦૧૪}}
{{Right|તથાપિ, ડિસે.-ફેબ્રુ.-માર્ચ ૨૦૧૪}}
</poem>
</poem>
<br>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/અવાવરુ અંગતતા | અવાવરુ અંગતતા]]  | એ સ્ત્રી સુંદર છે પણ એના શરીર પરના  ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /એક કાવ્ય (મગજ ખીલે...) | એક કાવ્ય (મગજ ખીલે...)]]  | મગજ ખીલે કારણ વગર. મગજ બિડાય કારણ વગર. ]]
}}
<br>

Revision as of 08:21, 30 October 2021


અલ્કાત્રાઝનું રસોડું

મનીષા જોષી

અલ્કાત્રાઝની સવાર
રોજ જેવી જ હોય છે.
માતેલા કેદી ઊઠે છે, આળસ મરડે છે
અને ઊભા રહે છે, લાઇનમાં
બ્રેડ, કૉફી, ખાંડ અને અડધા કેન્ટેલપ માટે.
રાતનું ભોજન પણ લખાઈ ગયું હોય છે બોર્ડ પર.
રાત્રે પી સૂપ અને મીટ લોફ પછી મળશે એપ્રિકૉટ પાઈ.
એમના ચહેરા પર સ્મિત ફરકે છે. ઇનામ
બપોરે એઓ બહાર બેસે છે.
રમવાના મેદાન ફરતેની ઊંચી દીવાલોને જુએ છે
અને બહાર ભેલાયેલા ઠંડાગાર પાણીમાં કૂદી પડીને
જાણે ભાગી છૂટે છે, બહાર,
મુક્ત અપરાધોની દુનિયામાં.
સાંજ પડ્યે એઓ પાછા બેઠા હોય છે
જેલની લાઇબ્રેરીમાં.
અહીં રોજનાં અખબારો નથી રખાતાં.
ચોપડીઓ અને મૅગેઝિન ઘણાં છે
પણ તેમાંથી સેક્સ, ગુના અને હિંસાને લગતાં પાનાં ફાડી નખાયેલાં છે.
જમ્યા પછી એપ્રિકૉટ પાઈનો એક ટુકડો
ઝભ્ભાના ખિસ્સામાં છુપાવીને એઓ પાછા ફરે છે
પોતપોતાની કોટડીમાં.
અડધી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે
જેલના રસોડાના તાળું મારેલા દરવાજાની પાછળ લટકતી
ધારવાળી, તીક્ષ્ણ છરીઓની કલ્પના કરતા
એઓ મોંમાં મૂકી છે એપ્રીકોટ પાઈનો બચાવેલો એક ટુકડો
અને ખોવાઈ જાય છે
પોતે કરવા ધારેલી હત્યાઓની રંગીન કલ્પનામાં.
સવાર પડે છે,
રોજના જેવી જ.
આજે નાસ્તામાં રાસબેરી બન મળશે
અને રાતના ભોજન પછી ઓરેન્જ જેલો.
તથાપિ, ડિસે.-ફેબ્રુ.-માર્ચ ૨૦૧૪