કુંવરબાઈનું મામેરું/કડવું ૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 13: Line 13:


ધર્યાં તિલક, તુલસીની માળા, છાપાં અંગ વિરાજે રે;
ધર્યાં તિલક, તુલસીની માળા, છાપાં અંગ વિરાજે રે;
‘વેવાઈનું રૂપ જુઓ, રે બાઈ!  કંદર્પ સરીખો લાજે રે.    કૌતુક૦{{space}} ૩
‘વેવાઈનું રૂપ જુઓ, રે બાઈ!  કંદર્પ સરીખો લાજે <ref>કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ </ref>રે.    કૌતુક૦{{space}} ૩


મલ્હાર ગાશે નહાતી વેળા, વરસશે વરસાત રે;
મલ્હાર ગાશે નહાતી વેળા, વરસશે વરસાત રે;
Line 19: Line 19:


સ્નાન કરી નાગર સહુ બેઠા, જેને જેશું મળતું રે;
સ્નાન કરી નાગર સહુ બેઠા, જેને જેશું મળતું રે;
મહેતાજીને નાહવા કારણ જળ મેલ્યું કળકળતું રે.      કૌતુક૦{{space}} ૫
મહેતાજીને નાહવા કારણ જળ મેલ્યું કળકળતું <ref>ઊકળતું</ref>રે.      કૌતુક૦{{space}} ૫


જેમ તેલ-કઢા તાતી ઉકાળી સુધન્વાને તળવા રે,
જેમ તેલ-કઢા તાતી ઉકાળી સુધન્વાને તળવા રે,

Revision as of 11:11, 30 October 2021

કડવું ૮


[ નાગરો દ્વારા થતી વૈષ્ણવ ભક્તની મજાક(ચેષ્ટા)ને વળ ચડાવીને ખરેખર તો કવિએ મહેતાની વિનયશીલતાનું ગૌરવ કર્યું છે.]

(રાગ ગોડી)
કૌતુક આ કળજુગનાં, વૈષ્ણવની ચેષ્ટા થાય રે;
વાંકાબોલી નાત નાગરી, સહેજે બોલે અન્યાય રે. કૌતુક૦          ૧

ભોજન કરવા મહેતાજી તેડ્યા, સાથે બહુ વેરાગી રે;
ટોળે મળી નાગરની નારી, જોઈજોઈ હસવા લાગી રે. કૌતુક૦          ૨

ધર્યાં તિલક, તુલસીની માળા, છાપાં અંગ વિરાજે રે;
‘વેવાઈનું રૂપ જુઓ, રે બાઈ! કંદર્પ સરીખો લાજે [1]રે. કૌતુક૦          ૩

મલ્હાર ગાશે નહાતી વેળા, વરસશે વરસાત રે;
પ્રસાદ કરતાં થાળ ગાશે, જમશે જાદવનાથ રે. કૌતુક૦          ૪

સ્નાન કરી નાગર સહુ બેઠા, જેને જેશું મળતું રે;
મહેતાજીને નાહવા કારણ જળ મેલ્યું કળકળતું [2]રે. કૌતુક૦          ૫

જેમ તેલ-કઢા તાતી ઉકાળી સુધન્વાને તળવા રે,
તેવું જળ વેવાણે મૂક્યું મહેતાજીને છળવા રે. કૌતુક૦          ૬

ઉષ્ણોદક દેખી મહેતાએ માગ્યું ટાઢું પાણી રે;
મર્મવચન મુખ મરડી બોલી કુંવરબાઈની જેઠાણી રેઃ કૌતુક૦          ૭

‘જો માગ્યા મેહ વરસે, મહેતાજી! તો અમ પાસે શું માગો રે?’
બાજઠે બેઠાં તાળ મગાવી, બોલ હૃદેમાં વાગ્યો રે. કૌતુક૦          ૮

સ્મરણ માંડ્યું શામળિયાનું, આલાપ્યો રાગ મલ્હાર રે;
નાગરલોક સહુ જોવા મળિયા, બોલે વ્યંગ વિચાર રે. કૌતુક૦          ૯


  1. કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ
  2. ઊકળતું