ઓખાહરણ/કડવું ૭: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૭|}} <poem> [પાર્વતીજીના વચન પ્રમાણે ઓખાનાં પ્રથમ લગ્ન સ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
[પાર્વતીજીના વચન પ્રમાણે ઓખાનાં પ્રથમ લગ્ન સ્વપ્નમાં થાય છે. પતિ-પત્ની બંને રતિસુખમાં તલ્લીન બને છે પરંતુ પાનનાં બીડાં માટે પતિ અનિરૂધ્ધ રિસાઈને ચાલ્યો જતાં ઓખા વલોપાત કરે છે.] | {{Color|Blue|[પાર્વતીજીના વચન પ્રમાણે ઓખાનાં પ્રથમ લગ્ન સ્વપ્નમાં થાય છે. પતિ-પત્ની બંને રતિસુખમાં તલ્લીન બને છે પરંતુ પાનનાં બીડાં માટે પતિ અનિરૂધ્ધ રિસાઈને ચાલ્યો જતાં ઓખા વલોપાત કરે છે.]}} | ||
::::'''રાગ કેદારો''' | ::::'''રાગ કેદારો''' |
Revision as of 08:30, 1 November 2021
[પાર્વતીજીના વચન પ્રમાણે ઓખાનાં પ્રથમ લગ્ન સ્વપ્નમાં થાય છે. પતિ-પત્ની બંને રતિસુખમાં તલ્લીન બને છે પરંતુ પાનનાં બીડાં માટે પતિ અનિરૂધ્ધ રિસાઈને ચાલ્યો જતાં ઓખા વલોપાત કરે છે.]
રાગ કેદારો
શુકદેવજી વાણી વદે : ઓખા ભરી છે પૂરણ મદે,
વૈશાખ સુદિ દ્વાદશી હતી, ‘સ્વામી સ્વામી’ કરતી સેજ સુતી; ૧
સુખે નિદ્રા કરે છે બાળા, તન તપે, હૃદે વ્રેહજ્વાળા,
વ્રેહની જ્વાળા તપી નવ શમે, ઘણું એક દુખે નિશા નિર્ગમે. ૨
કાંઈ લિખિત વાત છે ભાવી, ઓખાબાઈને નિદ્રા આવી,
સૂતી ‘સ્વામી સ્વામી’ કરતાં, થવા લાગ્યાં તે સમણાં સરતાં. ૩
શુભ શુકને ઓખા આનંદી, મળ્યો છે વર વિરહ-નિકંદી;
મંડપ મનીખે ભરાયો ખચખચી, રૂડી નૌતમ ચૉરી રચી. ૪
મળ્યો સ્વામી રૂપ-રસાળો, તેની સાથે મળ્યો હાથેવાળો;
ચાર મંગળફેરા ફરિયાં, કંસારનાં ભોજન કરિયાં. પ
દાસી ગીત ગાય છે વરણી, ઓખા સ્વપ્નાંતરમાં પરણી
એકસ્થંભ પોતાની મેડી, ચિત્રલેખા વરને લાવી તેડી; ૬
બેઠાં શય્યાએ સામાસામી, એવું સ્વપ્ને પ્રેમદા પામી.
ત્રૂટે હાર, છૂટે મેખલા, રમે રતિસુખ આસન-કલા. ૭
નિશ્ચે નારીએ જાણ્યો નૃપ, કન્યા સ્ખલિત થઈ કંદર્પ,
સમણામાં રજની જાગે, ઓખાજીને તે તો રૂડું લાગે. ૮
ઓખા મનવાંછિત વર પામી, ઉર-શું ભીડ્યા તે અંતરજામી,
બીડી અરધી કરડી પાનની, નાથ કહે, ‘આરોગો, કામની!’ ૯
ખાતાં મુખ મરડ્યું છે બોટી, પિયુને રીસ ચડી છે ખોટી,
‘હું તો થયો કામાતુર અંધ, પરસુતા-શું શાનો સંબંધ? ૧૦
બીડી પાનની અર્ધી કરડી, ખાધી મન વિના મુખ મરડી,
ભરથારને ભ્રાંત જ આવી, સેજથી નાથ ગયો રિસાવી. ૧૧
વલણ
રિસાવી ગયો રમણ કરતાં, તે સ્વપ્નાંતરની વાત રે,
ઓચિંતી ઓખાબાઈ જાગી, કરવા લાગી આંસુપાત રે.