અભિમન્યુ આખ્યાન/કડવું ૪: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪|}} {{Poem2Open}} {{Color|Blue|[ અયદાનવની પત્નીએ પિયરમાં પુત્ર અહિલો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 47: | Line 47: | ||
:::: તન પોતાનું કાંપતું, આવ્યો જ્યાં છે માત રે; | :::: તન પોતાનું કાંપતું, આવ્યો જ્યાં છે માત રે; | ||
:::: દીન દીઠો દીકરો, તેહની જનુની પૂછે વાત રે.{{Space}} ૧૩ | :::: દીન દીઠો દીકરો, તેહની જનુની પૂછે વાત રે.{{Space}} ૧૩ | ||
</poem> |
Revision as of 12:00, 1 November 2021
રાગ આશાવરી
સંજય બોલ્યા વાણી રે : એક અયદાનવની રાણી રે,
નવ જાણી રે દેવે જાતી પિહેર વિખે રે. ૧
હાં રે તે કરતી આંસુપાત રે, દેખી રોયાં માત ને તાત રે;
સરવ વાત રે માંડીને કહેતી મુખે રે. ૨
હાં રે તેના પિતા પુંડરિક વ્યાલ રે, રાખી કુંવરીને તત્કાલ રે;
એક બાલ રે પૂરે માસે પ્રસવ હવો રે. ૩
પ્રસવતાં પુત્ર રોયો રે, જાણે પ્રલેકાળ તાં હોયો રે;
જોયો રે સર્વ નાગેણે દીકરો રે. ૪
માતાનું મન ઠરિયું રે, તેણે જાતકર્મ તાં કરિયું રે;
ધરિયું રે અહિલોચન નામ તેનું રે. ૫
દહાડેદહાડે પુત્ર મોટો થાયેરે, મોસાળ સાથમાં રમવા જાયે રે;
રમવા ગયો રે નાગના બાળ માંહ્ય રે. ૬
માંહોમાંહે બાળક વઢિયા રે, અહિલોચન ઉપર પડિયા રે;
ચડિયા રે વાંસા ઉપર ઊભા રહ્યા રે. ૭
અહિલોચન અતિશે બળિયો રે, તે તો નાદ કરી ઊછળિયો રે;
વળિયો રે પાછો બાળક કંઠે ગ્રહ્યો રે. ૮
તે બાળક પાડે બરકાં રેઃ ‘અહિલોચન! આપણ સરખા રે.’
જેમ વરખા રે તેમ આંસુડાં ઝરતાં રે. ૯
નાગ સર્વ કોઈ ધાયા રે, અહિલોચનના કર સાહ્યા રે;
કહે : ‘ભાયા રે! તું કોણ નગરમાં ઊછર્યો રે? ૧૦
કો ન જાણે તારો બાપ રે, કોણે જણ્યો ને કોને સંતાપ રે.’
એમ મહેણાં રે સર્વે દીધાં અતિઘણાં રે. ૧૧
ત્યારે થયો ઓશિયાળો મન રે, હૈયે લાગ્યો હુતાશન રે;
કાંઈ તન રે કાંપે પોતા તણું રે. ૧૨
વલણ
તન પોતાનું કાંપતું, આવ્યો જ્યાં છે માત રે;
દીન દીઠો દીકરો, તેહની જનુની પૂછે વાત રે. ૧૩