ઓખાહરણ/કડવું ૫: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૫| }} <poem> {{Color|Blue|[પાર્વતીના વરપ્રાપ્તિના વરદાન પછી યૌવનમ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
{{Color|Blue|[પાર્વતીના વરપ્રાપ્તિના વરદાન પછી યૌવનમાં પ્રવેશેલી અને પિયુમિલન માટે અધીર બનેલી ઓખાની ઉત્કટ વિરહવ્યથાનું ્ર આલેખન થયું છે.]}} | {{Color|Blue|[પાર્વતીના વરપ્રાપ્તિના વરદાન પછી યૌવનમાં પ્રવેશેલી અને પિયુમિલન માટે અધીર બનેલી ઓખાની ઉત્કટ વિરહવ્યથાનું ્ર આલેખન થયું છે.]}} | ||
:::::'''રાગ ગોડી''' | :::::'''રાગ ગોડી''' | ||
Line 10: | Line 11: | ||
સહિયર! શું કીજે? હાં હાં રે દહાલડા કેમ લીજે? એ તો દોષ કરમને દીજે ૧ | સહિયર! શું કીજે? હાં હાં રે દહાલડા કેમ લીજે? એ તો દોષ કરમને દીજે ૧ | ||
જમ-પેં ભૂંડું જોબનિયું રે, મદપૂરણ મુજ કાય જી; | જમ-પેં ભૂંડું જોબનિયું રે, મદપૂરણ<ref>મદપૂરણ-યૌવનસભર</ref> મુજ કાય જી; | ||
પિતા તો પ્રીછે નહિ રે, બાઈ! કુંવારો ભવ ક્યમ જાય જી? | પિતા તો પ્રીછે નહિ રે, બાઈ! કુંવારો ભવ ક્યમ જાય જી? | ||
સહિયર! શું કીજે? ૨ | સહિયર! શું કીજે? ૨ | ||
Line 51: | Line 52: | ||
અઘોર વનમં વેલ ફૂલી, ન મળે ભમરો ભોગી જી, | અઘોર વનમં વેલ ફૂલી, ન મળે ભમરો ભોગી જી, | ||
વપુવેલી જોબનિયું ફૂલ્યું, મળ્યો નાથ સંજોગી જી; | વપુવેલી<ref>વપુવેલી-શરીર રૂપી વેલ</ref> જોબનિયું ફૂલ્યું, મળ્યો નાથ સંજોગી જી; | ||
સહિયર! શું કીજે? ૧૨ | સહિયર! શું કીજે? ૧૨ | ||
એ સુખ-દુઃખ મિથ્યા કરું, હું લેવાઈ મારા પાપે જી, | એ સુખ-દુઃખ મિથ્યા કરું, હું લેવાઈ મારા પાપે જી, | ||
આ બંધેગીરી કરમે કરી રે, બાઈ! શૂળીએ ચડાવ્યાં બાપે જી; | આ બંધેગીરી<ref>બંધેગીરી-બંધન</ref> કરમે કરી રે, બાઈ! શૂળીએ ચડાવ્યાં બાપે જી; | ||
સહિયર! શું કીજે? ૧૩ | સહિયર! શું કીજે? ૧૩ | ||
Latest revision as of 07:46, 2 November 2021
[પાર્વતીના વરપ્રાપ્તિના વરદાન પછી યૌવનમાં પ્રવેશેલી અને પિયુમિલન માટે અધીર બનેલી ઓખાની ઉત્કટ વિરહવ્યથાનું ્ર આલેખન થયું છે.]
રાગ ગોડી
વર વરવાને જોગ થઈને પ્રગટ્યાં સ્ત્રીનાં ચિહ્ન જી,
ઓખા કહે છે ચિત્રલેખાને, એક વાત સાંભળ, બહેન જી!’
સહિયર! શું કીજે? હાં હાં રે દહાલડા કેમ લીજે? એ તો દોષ કરમને દીજે ૧
જમ-પેં ભૂંડું જોબનિયું રે, મદપૂરણ[1] મુજ કાય જી;
પિતા તો પ્રીછે નહિ રે, બાઈ! કુંવારો ભવ ક્યમ જાય જી?
સહિયર! શું કીજે? ૨
સહુ કો’ સાસરે જાય ને આવે સખીઓ મુજ સમાણી જી,
હું અપરાધણ હરખે હણાઈ, આંખે ભરું નિત પાણી જી;
સહિયર! શું કીજે? ૩
એણે દુખે હું દૂબળી, મુને અન્ન-ઉદક નવ ભાવે જી,
આવાસ-રૂપી શૂળીએ સૂતાં નિદ્રા કેઈ પેર આવે જી?
સહિયર! શું કીજે? ૪
મરજાદા સહિત ભરથાર બોલાવે, કરે આંખ તણો અણસારો જી,
તેવાં સુખ નયણે નવ નીરખ્યાં, મારો એળે ગયો જન્મારો જી;
સહિયર! શું કીજે? ૫
સ્વામી કેરો સંગ નહિ સ્ત્રીને, તેથી શું હોય નરતું જી?
હવે આશા શી પરણ્યા કેરી? મારું જોબનિયું જાય ઝરતું જી;
સહિયર! શું કીજે? ૬
બીજી વાત મુજને નવ રુચે, મારું મન ભરથારમાં મગ્ન જી,
આંહી કોઈ પુરુષ આવે તો સદ્ય પરણું, નવ પૂછું જોશીને લગ્ન જી;
સહિયર! શું કીજે? ૭
વેણ રસિક કહેતો કરુણાવર, આવે લટકતી ચાલે જી,
પ્રેમકટાક્ષે પિયુને બોલાવું, હૃદયા-ભીતર વહાલે જી;
સહિયર! શું કીજે? ૮
મરકલડે મુખે, મધુરે વચને, મરજાદા મન આણી જી,
શાક-પાક પિયુને નવ પીરસ્યાં, આઘો પાલવ તાણી જી!
સહિયર! શું કીજે? ૯
એવાં સુખ નયણે નવ નીરખ્યાં, દાખવ્યું કર્મ કઠોર જી,
મારો જનમારો એળે ગયો, જેમ વગડા કેરું બોર જી;
સહિયર! શું કીજે? ૧૦
જળ વિના જેમ માછલી રે, ચંદ્ર વિના રેન જેવી જી,
પિયુ વિના જોબનિયું વૃથા, હું અભાગણી પૂરી તેવી જી;
સહિયર! શું કીજે? ૧૧
અઘોર વનમં વેલ ફૂલી, ન મળે ભમરો ભોગી જી,
વપુવેલી[2] જોબનિયું ફૂલ્યું, મળ્યો નાથ સંજોગી જી;
સહિયર! શું કીજે? ૧૨
એ સુખ-દુઃખ મિથ્યા કરું, હું લેવાઈ મારા પાપે જી,
આ બંધેગીરી[3] કરમે કરી રે, બાઈ! શૂળીએ ચડાવ્યાં બાપે જી;
સહિયર! શું કીજે? ૧૩
જળ વિના જેમ વેલડી રે, લવણ વિના જેમ અન્ન જી,
ભરથાર વિના તેમ ભામિની રે, દોહિલે નાખે દિન્ન જી;
સહિયર! શું કીજે? ૧૪
અકળ ગતિ છે ગોવિંદની, શું નીપજશે બહેની જી?
ગોપાળનું ગમતું થાશે, પણ મનડું મારું રહે નહિ જી;
સહિયર! શું કીજે? ૧૫
વલણ
મનડું મારું રહે નહિ, વિરહ-વહ્નિ થયો ઉદે;’
વલવલતી ઓખાને દેખી, ચિત્રલેખા વાણી વદે. ૧૭