ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૮|}} <poem> {{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદાં જુદા...")
 
No edit summary
Line 10: Line 10:


પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય,
પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય,
માનુની મંગળ ગાય, ભેરી નફેરી શબ્દ બહુ સંભળાય.{{space}} ૨
માનુની મંગળ ગાય, ભેરી નફેરી<ref>ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો</ref> શબ્દ બહુ સંભળાય.{{space}} ૨


બોલ્યો મદન મુખે ઉચ્ચા : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
બોલ્યો મદન મુખે ઉચ્ચા : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
Line 24: Line 24:
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} ૬
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} ૬


એમ મદને દીક્ષિતપણું લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું.
એમ મદને દીક્ષિતપણું<ref>દીક્ષિતપણું – યજમાનપણું</ref> લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું.
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્‌વલ કીધું.{{space}} ૭
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્‌વલ<ref>વિહ્વળ – અહીં પ્રસન્ન</ref> કીધું.{{space}} ૭


નારદ કહે : અર્જુન, અવિધારો, ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો,
નારદ કહે : અર્જુન, અવિધારો,<ref>અવિધારો – સાંભળો</ref> ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો,
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.{{space}} ૮
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.{{space}} ૮



Revision as of 08:54, 11 November 2021

કડવું ૧૮

[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદાં જુદાં પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]

રાગ : સોરઠ
બોલ્યા નારદ ઋષિ ભગવાન, સુણો અર્જુન વીર બળવાન,
મદન આપે કન્યાદાન, લે છે ચંદ્રહાસ રાજાન.          ૧

પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય,
માનુની મંગળ ગાય, ભેરી નફેરી[1] શબ્દ બહુ સંભળાય.          ૨

બોલ્યો મદન મુખે ઉચ્ચા : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.          ૩

‘બીજે ગૌધણ દઉં દાન, ત્રીજે સહસ્ત્ર કુંજર કેરાં લો માન.’
ચોથે કૂંચી સહિત ભંડાર’ આપી કીધો ત્યાં નમસ્કાર.           ૪

મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્‌ગદ કંઠે બોલ્યો વાણી :
‘મથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.          ૫

હું સેવીશ તમારં ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ;
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’          ૬

એમ મદને દીક્ષિતપણું[2] લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું.
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્‌વલ[3] કીધું.          ૭

નારદ કહે : અર્જુન, અવિધારો,[4] ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો,
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.          ૮

વલણ
ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી બેઠો સહી રે;
નારદ કહે : સાંભળો, રે અર્જુન, એ કથા એટલેથી રહી રે.          ૯



  1. ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો
  2. દીક્ષિતપણું – યજમાનપણું
  3. વિહ્વળ – અહીં પ્રસન્ન
  4. અવિધારો – સાંભળો