અભિમન્યુ આખ્યાન/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
કૃષ્ણે પોતાના ભાણેજ અભિમન્યુનો કૌરવો પાસે નાશકરાવ્યો. | કૃષ્ણે પોતાના ભાણેજ અભિમન્યુનો કૌરવો પાસે નાશકરાવ્યો. | ||
</Poem> | </Poem> | ||
<Poem> | <Poem> | ||
Line 22: | Line 23: | ||
'''૪''' પ્રજ્ઞાચક્ષુ = બુદ્ધિરૂપી નેત્ર; જ્ઞાનરૂપ નેત્ર, અંધ; આંધળુ; જેની અંતર્દષ્ટિ ઊઘડેલી હોય એવું; આંખો ન હોવા છતાં જેને બધું જ્ઞાન હોય એવું. | '''૪''' પ્રજ્ઞાચક્ષુ = બુદ્ધિરૂપી નેત્ર; જ્ઞાનરૂપ નેત્ર, અંધ; આંધળુ; જેની અંતર્દષ્ટિ ઊઘડેલી હોય એવું; આંખો ન હોવા છતાં જેને બધું જ્ઞાન હોય એવું. | ||
</Poem> | </Poem> | ||
<Poem> | <Poem> | ||
Line 31: | Line 33: | ||
'''૧૯''' રીધ = રિદિ્ધ; સંપત્તિ; પૈસો; લક્ષ્મી; ધન. | '''૧૯''' રીધ = રિદિ્ધ; સંપત્તિ; પૈસો; લક્ષ્મી; ધન. | ||
</Poem> | </Poem> | ||
<Poem> | <Poem> | ||
Line 40: | Line 43: | ||
'''૧૯''' આય = શક્તિ, હિંમત | '''૧૯''' આય = શક્તિ, હિંમત | ||
</Poem> | </Poem> | ||
<Poem> | <Poem> |
Revision as of 09:51, 13 November 2021
કડવુંઃ૦૧
કડી
૧ ગત્ય = રીત; યુક્તિ;
૨ કમલાસનની કુંવરી = (વિષ્ણુના નાભીકમળમાંથી જન્મેલ બ્રહ્મા)ની પુત્રી સરસ્વતી.
૪ વૈશંપાયન = વ્યાસના શિષ્ય, એમણે રાજા જનમેજયને બ્રહ્મહત્યા ટાળવા મહાભારતનાં અઢાર પર્વ સંભળાવ્યાં હતાં
૪ જનમેજય = અભિમન્યુના પુત્ર પરીક્ષિતનો પુત્ર (જનમેજય અહિ દાદાની કથા સાંભળી રહ્યા છે)
૮ સૌભદ્રે = સુભદ્રાનો પુત્ર સૌભદ્રે, અભિમન્યુ.
૧૨ ઉદક-અંજલિ = પ્રતિજ્ઞા માટે પાણી મૂકવું, પ્રતિજ્ઞા લેવી.
૧૪ સશંપ્તક = કૌરવપક્ષના એ નામના ક્ષત્રિયોનું કુળ, યુદ્ધમાં જીતવું અથવા તો મરવું એવી પ્રતિજ્ઞા કરવાથી એ લોક સશંપ્તકો કહેવાયા હતાં.(અર્જુનને સંગ્રામમાંથી દૂર કરવા સશંપ્તકોએ યુધ્ધનું આહ્વાન આપ્યું હતું. યુધ્ધનું આહ્વાન કદી પણ ન ટાળવાના વ્રતધારી અર્જુનને કૃષ્ણ સશંપ્તકો સાથે યુધ્ધ કરવા તેડી જાય છે)
૧૪ ભૂધરે ભાણેજ પોતાનો કૌરવ-પે કરાવ્યો નાશ. =
કૃષ્ણે પોતાના ભાણેજ અભિમન્યુનો કૌરવો પાસે નાશકરાવ્યો.
કડવુંઃ૦૨
કડી
૪ પ્રજ્ઞાચક્ષુ = બુદ્ધિરૂપી નેત્ર; જ્ઞાનરૂપ નેત્ર, અંધ; આંધળુ; જેની અંતર્દષ્ટિ ઊઘડેલી હોય એવું; આંખો ન હોવા છતાં જેને બધું જ્ઞાન હોય એવું.
કડવુંઃ૦૩
કડી
૩ દૈત્યનો ફેડો ઠામ = દૈત્યનો સમૂળો નાશ કરો.
૫ સંધારવા = સંહારવા, નાશ કરવા
૬ સારંગપાણિ = શાર્ઙગ નામનું ધનુષ્ય જેનાહાથમાં છે તેવા વિષ્ણુ કૃષ્ણ
૧૯ રીધ = રિદિ્ધ; સંપત્તિ; પૈસો; લક્ષ્મી; ધન.
કડવુંઃ૦૫
કડી
૨ સનમન્યો = શૂન્યમનસ્ક થયો; ઉદાસીન થયો; ગમગીન થયો.
૩ અવિધારો = નક્કી કરો; ધારણ કરો; ધ્યાનથી સાંભળો
૧૭ પિપીલિકા = કીડી; મંકોડી.
૧૯ આય = શક્તિ, હિંમત
કડવુંઃ૦૬
કડી
૨ તતખેવ = તત્ક્ષણ, તરત
૬ ઊંચલી = ઉપાડી
૧૬ નિગમ નેતિ નેતિ ગાય = ઈશ્વરને વર્ણવતાં ધર્મશાસ્ત્રો ન ઇતિ ન ઇતિ (અમુક બાબતો સકારણ નિષેધ કરી બાકી રહેલ ઘટી શકતી બાબત સિદ્ધ કરવી એવા પ્રકારની સાબિતી; ‘પૂફ બાઇ એકઝોશન’; એ નહિ; એ નહિ, પ્રકૃતિ જડ પદાર્થોમાં આ આત્મા નથી, આ આત્મા નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી જડ સાથે આત્માનેજે તાદાત્મય ભાસે છે તેથી ત્યાગ થાય છે. ત્યાગ થવાથી અભિમાનનો ત્યાગ થાય છે અને અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે. તાત્પર્ય કે, આ નથી, આ નથી, એવા પ્રકારના તત્ત્વના અભ્યાસથી અભિમાનનો ત્યાગ થવાથી વિવેકજ્ઞાનની સિદ્ધિ થાય છે.) એમ માત્ર અભાવાત્મક રૂપે જ વર્ણવે છે.