અભિમન્યુ આખ્યાન/કડવું ૩૯: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 39: | Line 39: | ||
ઉભય દળ ભેગાં થયાં, વ્યૂહ '''કેમ પામ્યો''' ભંગ રે?{{Space}} ૧૦ | ઉભય દળ ભેગાં થયાં, વ્યૂહ '''કેમ પામ્યો''' ભંગ રે?{{Space}} ૧૦ | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૩૮ | |||
|next = કડવું ૪૦ | |||
}} | |||
<br> |
Latest revision as of 05:18, 15 November 2021
રાગ છંદ, ઝૂલણાની ચાલ
આવ્યાં દળ બેહ, ઊલટ્યાં જ્યમ મેહ, કૌરવવ્યૂહ કપરો સાજે;
મુખ રહ્યા દ્રોણ, કરીને પોણ, સૂરજ સરખા ઋષિ વિરાજે. ૧
ધ્રુજાવતો ધર્ણ, ભયાનક કર્ણ, અચળ જાણે ધ્રુવનો તારો;
અશ્વત્થામા ચંદ્ર, દુર્યોધન ઇન્દ્ર, કૃપાચાર્ય બૃહસ્પતિનો તારો. ૨
કૃતવર્મા ધંન, મંગળ દુઃશાસંન, વીજળીતુલ્ય જયદ્રથ રાણો;
બાહ્લિક મહાબાહુ, ભૂરિશ્રવા રાહુ, શકુનિ શનીશ્વર જાણો. ૩
ઉછાળે આયુધ, કરવાને જૂધ, ઠેકાવી અશ્વને આગળ થાતા;
વિકરાળ છે મોઢાં, હણહણે ઘોડાં, ધરણ્ય ધ્રુજાવતા વીર ધાતા. ૪
ખળકે સાંકળ, મોટાં મદગળ, ફરકે ધજા ઊંચી અંબાડી;
રંગીલા રાય, શોભે સેનાય, વ્યૂહ વિરાજે જેવી વાડી. ૫
પાંડવોના શૂર, મહાબળ પૂર,ગરુડ-વ્યૂહ જેણે કીધો વીર;
કુંતીકુંવર, જાણે અમર , શોભા સર્વ અભિમન ધીર. ૬
બ્રહ્મા જેવો ધર્મ, ભયાનક કર્મ, ભીમરૂપે શ્રી ઇન્દ્રરાય;
નિકુળ ભાસ્કર, વાસુકિ વૈશ્વાનર, કૌરવે તાપ સહ્યો નવ જાય. ૭
સહદેવ સાગર, મુકાવે પાર, દ્રૌપદીબાળ કૃતાંત કાળ;
શિખંડી પ્રચંડ, ગદા જમદંડ, ધૃષ્ટધુમ્ન વાસુકિ વ્યાળ. ૮
કુંવર કુંતીભોજ, રહ્યા દક્ષિણફોજ, વૈરાટ દ્રુપદ શોભે ભૂપ;
ગયો અભિમંન, વ્યૂહને વદંન, વિષ્ણુ જેવું વિરાજે રૂપ. ૯
વલણ
રૂપ વિરાજે કુંવર કેરું, લાજે કોટિ અનંગ રે;
ઉભય દળ ભેગાં થયાં, વ્યૂહ કેમ પામ્યો ભંગ રે? ૧૦