અભિમન્યુ આખ્યાન/કડવું ૪૦: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૦|}} {{Poem2Open}} {{Color|Blue|[અભિમન્યુનું પરાક્રમ, પાંડવકૌરવ સૈન્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 63: | Line 63: | ||
દ્રોણ દીઠા ક્રોધે ભર્યા, અભિમન ગયો ગુરુજી ભણી રે.{{Space}} ૧૮ | દ્રોણ દીઠા ક્રોધે ભર્યા, અભિમન ગયો ગુરુજી ભણી રે.{{Space}} ૧૮ | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૩૯ | |||
|next = કડવું ૪૧ | |||
}} | |||
<br> |
Latest revision as of 05:18, 15 November 2021
રાગ છંદ ત્રિતાળો
મુખે રહ્યા ગુર, પૂંઠે સર્વ શૂર, ઉરાઉર અભિમન્યુ આવ્યો,
વાજતે રણતૂર, મહાબળ શૂર, ચક્રાવો ચૂર કરવાને ધાયો. ૧
ગાજે સાગરજળ, એવાં બેઉ દળ, કળ ન પડે કિકિયાડે;
રોધાણ થયું રણ, વહાલાને વ્રણ, ધર્ણ ધ્રૂજે અભિમન્યુ ત્રાડે. ૨
આચાર્ય ને અભિમન, આવ્યા વદન, ધન ધન દેવતા બોલે;
ભીમસેન ને શલ્ય, બેય મલ્લેમલ્લ, અટળ તે ઉછાળે શેષ ડોલે. ૩
કુંતીભોજ ને કૃપ, ખીજ્યા જેમ સર્પ, દર્પ અન્યોઅન્ય હણે;
અશ્વત્થામા વીર, સાત્યકિ રણધીર, શરીર વેધ્યાં દુઃખ નવ ગણે. ૪
સેનાપતિને સાધે, આવીને વાધે, સાથે વેધ્યા ધનુર્ધારી;
વિરાટ બાહૂલિક, યુદ્ધે તે અધિક, નીક રુધિર તણી રે કારી. ૫
શકુનિ મામો, સહદેવ સામો, પામ્યો મોહ માદ્રેને મારે;
ભૂરિશ્રવા ને નકુળ, જેવા શાર્દૂલ, મૂળગા લેશ તે કો નવ હારે. ૬
સોમદત્ત ને દ્રુપદ, માતંગના મદ, હદ લોપી આઘેરા ખસિયા;
દુર્યોધન ને ધર્મ, કરે બહુ કર્મ, ચર્મભર્યાં શર ધનુષે કસિયા ૭
દ્રૌપદીના તન, સામો દુઃશાસન, ગગન છાયું છે બાણજાળે;
ટૂંકડી તરવાર, કરે મારોમાર, કો હાર ન પામે અંતકાળે. ૮
ગદા ને મુગદળ પડે મૂશળ, કોલાહલ મોટો રે થાયે;
ધસી મારે ઢીક, હૈયે આવે હીક, છીંક ખાતાં જીવડો રે જાયે. ૯
રોળાયા, રોળિયા, અશ્વના ટોળિયા, ઝોળિયે ઘાતિયા વીર જાતા.
ભલા રે ભડ, માથાં વિના ધડ, કડકા ઊડે લોહીએ રાતા. ૧૦
શરના સડસડાટ, રથના ખડખડાટ, ઝળહળાટ તાય તલવારના ઝટકા;
સાંગ લોહ તણી, ભાલા તણી અણી, ઘણી ભોગળના થાય ભડકા. ૧૧
સાથીએ સાથી, હાથીએ હાથી, કાલ-ભાથી ઊતરે કૂંડે;
તૂટે બખ્તર, પડે પાખર, નગ્ન આયુધથી અગ્નિ ઊડે. ૧૨
ભીમસેન મહાભડ, ધાયા દડબડ, ધડ માથા-વિહોણાં રે કીધાં;
ધાયો મદ્રરાય, પાળો થઈ જાય, સમુદાય દેખીને સર્વ બીધા. ૧૩
શું કાળના કાળ, મહા વિકરાળ, ફાળ દેઈ કૂંડે રે ચઢિયા;
મહા મોટા મલ્લ, ભીમ ને શલ્ય, ભલા ભીલું વાદે રે વઢિયા. ૧૪
ભીમસેન ધાય, મારે ગદાય, ત્યારે રાય મદ્ર મુખે રે હસિયો;
‘ફટ બહુ-આહારી, સોટી શું મારી! જો ગદા મારી’ કહીને ધસિયો. ૧૫
‘એમ ન ત્રાડિયે, આમ વજાડિયે, પાડિયે રિપુને એક પ્રહારે;,
કટિ મધ્યે લાગી, ગદા મર્મે વાગી, લાગી લેહેર ભીમ પડિયો બહારે. ૧૬
ગ્રહી દ્રુમ-દંડ ધાયો પ્રચંડ, હેડંબ હાકંતો રણ આવ્યો;
દેખી પર્વત કાય, નાઠો મદ્રરાય, સાહ્ય કરી ભીમને મુકાવ્યો. ૧૭
વલણ
મુકાવ્યો ભીમને ઘટોત્કચે, રાક્ષસે સેના બહુ હણી રે;
દ્રોણ દીઠા ક્રોધે ભર્યા, અભિમન ગયો ગુરુજી ભણી રે. ૧૮