ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અમરકોશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરકોશ'''</span> : સાતમી અને આઠમી સદી વચ્ચે રચાયેલ...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Right|વિ.પં.}}
{{Right|વિ.પં.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous =  અભ્યાસ
|next =  અમરુશતક
}}
<br>
<br>

Latest revision as of 12:01, 19 November 2021


અમરકોશ : સાતમી અને આઠમી સદી વચ્ચે રચાયેલો અમરકોશ એ આજના જગતને પરિચિત એવો શબ્દકોશ અથવા એથી પણ વધુ ચોક્કસાઈથી કહીએ તો, સંસ્કૃત ભાષામાં પ્રાચીનતમ, ઉપલબ્ધ પર્યાયકોશ છે. આનું ખરું નામ તો ‘નામલિંગાનુશાસન’ છે પણ તેના કર્તા અમરસિંહના નામ પરથી એ ‘અમરકોશ’ નામે વધુ પ્રચલિત છે અને ઉપલબ્ધ શબ્દકોશોમાં સૌથી વધુ લોકપ્રિય કોશ છે. આ ગ્રન્થમાં ત્રણ કાંડ હોવાથી તેને ‘ત્રિકાંડ’ નામથી પણ ઓળખવામાં આવે છે. કેટલાક કોશોમાં નામાર્થક શબ્દોનો જ સંગ્રહ મળે અને તેમાં પણ લિંગ ઇત્યાદિનું તો વિવરણ હોય નહીં, બીજા કેટલાક એવા કોશ છે કે, સર્વ પ્રકારના શબ્દોને સંગૃહીત કરી, એને અત્યંત દુરૂહ બનાવી દેવામાં આવ્યા હોય. અમરકોશ આ બધી ઊણપોથી મુક્ત છે. ગુજરાતી ભાષામાં આ ગ્રન્થનો, કે. કા. શાસ્ત્રીનો યુનિવસિર્ટી ગ્રન્થનિર્માણબોર્ડ દ્વારા પ્રકાશિત અને તેમાં પણ વનૌષધિવર્ણનમાં વનસ્પતિઓના ગુજરાતી પર્યાયો સાથેનો અનુવાદ, ગુજરાતી ભાષાના કોશસાહિત્યમાં એક મૂલ્યવાન ઉમેરો છે. વિ.પં.