ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિત્રકાવ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચિત્રકાવ્ય'''</span> : આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાન્ત સાથ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ચિત્રકથા | |||
|next = ચિત્રમાલા | |||
}} |
Latest revision as of 14:11, 25 November 2021
ચિત્રકાવ્ય : આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાન્ત સાથે ધ્વનિની પ્રધાનતા, ગૌણતા અને એના અભાવને અનુલક્ષીને અનુક્રમે ત્રણ મહત્ત્વના કાવ્યભેદ અસ્તિત્વમાં આવ્યા : ધ્વનિકાવ્ય, ગુણીભૂતવ્યંગ્યકાવ્ય અને ચિત્રકાવ્ય. પહેલા બે પ્રકારમાં વ્યંગ્યની પ્રધાન કે ગૌણ હાજરી છે જ્યારે ત્રીજો પ્રકાર ચિત્રકાવ્ય વ્યંગ્યરહિત છે. કદાચ એટલે જ વિશ્વનાથે એનો સ્વીકાર નથી કર્યો અને કેટલાકે એને અધમકાવ્ય તરીકે ઓળખાવ્યું છે. રસ, ભાવ કે વ્યંગ્યરહિત કેવળ શાબ્દિક ચમત્કાર પર નિર્ભર આ ચિત્રકાવ્યના બે ભેદ છે : શબ્દચિત્ર અને અર્થચિત્ર. પ્રાચીન આલંકારિકો ચિત્રકાવ્યને નીરસ પાંડિત્યનું પ્રદર્શન માને છે. કાવ્યગૌરવહીન શબ્દજ્ઞાન અને શબ્દસંઘટનથી યુક્ત ચિત્રકાવ્ય કવિઓ માટે આદરપાત્ર નથી.
ચં.ટો.