ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનમાર્ગી કવિતા: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જ્ઞાનમાર્ગી કવિતા'''</span> : મધ્યકાલીન ગુજરાતીસાહિત..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''જ્ઞાનમાર્ગી કવિતા'''</span> : મધ્યકાલીન ગુજરાતીસાહિત્યમાં પ્રેમલક્ષણા ભક્તિપ્રવાહની સમાન્તરે તત્ત્વદર્શનમૂલક જ્ઞાનમાર્ગી કાવ્યપ્રવાહ પણ વહેતો રહ્યો છે. એમાં વેદાન્તી તત્ત્વદર્શન, રહસ્યવાદી વિચારધારા અને યોગદર્શન કેન્દ્રસ્થાને રહેલાં દૃષ્ટિગોચર થાય છે.  

જયશેખરસૂરિકૃત ‘ત્રિભુવનદીપકપ્રબંધ’માં રૂપકાત્મક રીતે માયાના સંસર્ગથી કેવાં દુષ્પરિણામો આવે એની કથા છે. રૂપકાત્મક કથામૂલક અભિવ્યક્તિમાં જ્ઞાનમાર્ગની વિષયસામગ્રી નરસિંહ દ્વારા જુદી રીતે પ્રસ્તુત થઈ છે, ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં’ અને એવી જ બીજી અનેક પદરચનાઓ દ્વારા ભારતીય વેદાન્તી તત્ત્વદર્શન પ્રસ્તુત થયું છે, તે મહત્ત્વનું છે. માંડણ બંધારાએ ‘પ્રબોધબત્રીસી’માં નામસ્મરણના મહિમાને તાત્ત્વિક ભૂમિકાએ સમજાવ્યો છે. ભીમકૃત ‘પ્રબોધપ્રકાશ’ પણ ‘ત્રિભુવનદીપકપ્રબંધ’શૈલીની જ્ઞાનમાર્ગી રચના છે. માયામાંથી મુક્ત થઈને હરિસ્મરણમાં લીન થઈ રહેવાનો ભાવ અભિવ્યક્ત કરતી મીરાંની રચનાઓ પણ જ્ઞાનમાર્ગી કવિતાનું મહત્ત્વનું ઉદાહરણ છે.  