ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃત સાહિત્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંસ્કૃત સાહિત્ય'''</span> : ઋગ્વેદ સમગ્ર સંસ્કૃત...")
 
No edit summary
Line 16: Line 16:
જેમ નાટ્યક્ષેત્રે તેમ કવિતાના ક્ષેત્રે પણ સંસ્કૃતસાહિત્યનું પ્રદાન વિપુલ છે. અલબત્ત, આરંભની રચનાઓમાં સરળ અને સહજ કવિતા હતી. પાછળથી તેમાં સહજતાનું સ્થાન કૃત્રિમતાએ લીધું. અર્થને બદલે શબ્દ પ્રધાન બન્યો. હૃદયસ્પર્શિતાને સ્થાને મસ્તિકસ્પર્શિતા આવી. પરિણામે કવિતાના સમજનાર, માણનાર તરીકે વિદ્વાન કેન્દ્રમાં આવ્યો. પ્રસ્વેદપ્રાપ્ત કવિતામાં સભાનતાપૂર્વકની કૃત્રિમતા આવી. વિદ્વાનો એને પંડિતયુગની કવિતા ગણાવે છે.  

આ યુગનાં કાવ્યોમાંથી કાવ્યતત્ત્વ ગયું અને શાસ્ત્રીયતા વધી. બહુજન સમાજથી સાહિત્ય વિમુખ બન્યું. આ તેનું સ્વાભાવિક પરિણામ હતું. બીજી બાજુ મોગલયુગમાં સાહિત્યનું સ્થાન શાસ્ત્રોએ લેવા માંડ્યું. વિવેચનનું જોર વધ્યું. વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાન્ત જેવા વિષયો પ્રત્યેનું વિદ્વાનોનું આકર્ષણ વધ્યું. કવિતા કેવળ કહેવાતા કેટલાક પંડિતોના હૃદયની કેદી બની ગઈ અને પછી તેના પતનના યુગનો પ્રારંભ થયો. પરિણામે ઉત્તમ સાહિત્ય કહી શકાય અને આજેપણ સાહિત્યનાં શાશ્વત મૂલ્યોનો સ્પર્શ પામી શકે તેવી રચનાઓ નહિવત્ બની ગઈ. આ વાતને સંસ્કૃત સાહિત્યના વિદ્વાનો કેટલાક યુગો દ્વારા દર્શાવે છે, એ સંદર્ભમાં જોઈએ. આરંભનું વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એવા તબક્કાઓમાં વિકસ્યું છે એવો સામાન્ય મત છે. ઉપનિષદો વેદના અંતભાગમાં આવતાં હોવાથી વેદાન્ત – (વેદ+અન્ત) એવા નામથી ઓળખાય છે. આ શબ્દનો બીજો ઉપાદેય અર્થ થાય છે વેદ એટલે જાણવાની વસ્તુ અને તેનો અંત-છેડો આવી ગયો, જાણવા જેવું બધું જેનાથી જણાઈ ગયું તે ‘વેદાન્ત’ કહેવાય.  

વેદાન્ત પછી આવ્યું વેદાંગ સાહિત્ય. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, જ્યોતિષ અને છંદ. આ છને વેદનાં અંગો હોવાથી વેદાંગ કહેવામાં આવે છે. આ પછી સૂત્ર-સાહિત્ય આવ્યું છે. જેમાં ઘણા થોડા શબ્દોમાં સંક્ષેપમાં સારભૂત રીતે કહી દેવી. એ યુગમાં મુદ્રણકલાનો આજ જેવો વિકાસ થયો ન હતો તેથી બધું મોઢે-કંઠસ્થ જ રાખવું પડતું હતું. આથી આ સૂત્ર-સાહિત્યની પદ્ધતિ અમલમાં આવી જે ગુરુપરંપરાથી મુખપાઠ રાખવામાં સરળ અને અત્યંત મદદરૂપ હતી. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્ત એવાં છ એ દર્શનોનાં સૂત્રો મળે છે. વળી, પ્રાતિશાખ્ય, વ્યાકરણ વગેરે ગ્રન્થો પણ સૂત્રશૈલીમાં રચાયા. સમયના વહેણ સાથે આ સૂત્રોના અર્થો માટે પ્રશને ઊભા થતાં તેનાં ભાષ્યો રચાયાં. અને ક્યાંક તો સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા કે તેના અનેક અર્થો થઈ શકે -ને પરિણામે અનેક અર્થઘટનો પણ અસ્તિત્વમાં આવ્યા.

સાહિત્યના ક્ષેત્રે આરંભનો યુગ શૈલીની દૃષ્ટિએ – રામાયણની અને કથાનકની દૃષ્ટિએ મોટેભાગે મહાભારતની અસર નીચે ખેડાયો. આ યુગમાં ભાસની રામાયણ કે મહાભારતને આધારે થયેલી રચનાઓ કે કાલિદાસની રામાયણ-મહાભારતની અસર નીચે રચાયેલી કૃતિઓ ઉદાહરણરૂપ છે. આ કાલને વિદ્વાનો સંસ્કૃત સાહિત્યનો ઉત્કર્ષકાલ ગણાવે છે. જેમાં આ સાહિત્ય તેની ચરમ સીમાએ પહોંચ્યું. અહીં કવિતા સાચા અર્થમાં પાંગરી, પ્રસરી, અહીં શબ્દોની ભરમાર નથી કેવળ અલ્પસમાસ કે અસમાસવાળી રચનાઓ સીધી જ હૃદયને સ્પર્શી જાય છે. આ યુગમાં મહાકવિ કાલિદાસ, અશ્વઘોષ, માતૃચેટ, આર્યશૂર જેવા કવિઓ અને ભાસ, શૂદ્રક જેવા નાટ્યકારોનો સમાવેશ કરવામાં આવે છે. સરળ ભાષા, સચોટ કલ્પના, મધુરછંદ, રમણીયાર્થપ્રતિપાદક પદાવલી આ આ યુગની વિશેષતા છે.  

આ પછી આવ્યો થોડીક કૃત્રિમતાનો યુગ. એ પંડિતયુગ તરીકે ઓળખાય છે. બુદ્ધિચાતુરીનો, અને વિદ્વત્તાનો પ્રયોગ તેમજ ગ્રન્થ-ગ્રંથિઓ યોજીને કૃતિને વધુ અઘરી બનાવવાનો પ્રયોગ આગળ તરી આવે છે. આથી સામાન્ય વાચક નહીં પણ અધિકારી વર્ગ જ તે વાંચી શકે એવું થયું. પરિણામે આ સાહિત્ય લોકાભિમુખ રહેવાને બદલે લોક-વિમુખ બન્યું. શબ્દોની રમત, કૃત્રિમબંધો અને અનુલોમ તથા પ્રતિલોમ પ્રકારની રચનાઓ થવા માંડી. ‘રાઘવપાંડવીય’ જેવાં કાવ્યો એક બાજુ તો બીજી બાજુ વ્યાકરણ અને રામાયણ કથાને એકસાથે વ્યક્ત કરતા ભટ્ટીકાવ્ય જેવાં કાવ્યો-મહાકાવ્યો અસ્તિત્વમાં આવ્યાં.

341

edits