ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફાગુ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''ફાગુ'''</span> : સંસ્કૃત-પ્રાકૃતથી માંડીને અપભ્રંશ સુધીમાં ફાગુસ્વરૂપની રચનાઓ મળતી નથી. ‘ફગ્ગુ’ (ફાગુ) શબ્દ દેશ્ય મૂળનો, પ્રાચીન ગુજરાતના સમયથી જ પ્રચલિત છે. (फग्गू महच्छणे हेमचंद्र દેશીનામમાલા) એ પૂર્વે તે વ્યવહારમાં જોવા મળતો નથી. સંસ્કૃતકોશોમાં નિર્દેશાયેલ फल्गू (વસંતોત્સવ) શબ્દ દેશ્ય શબ્દ फल्गूનું સંસ્કૃત રૂપાન્તર છે.

પ્રાચીન ગુજરાત-મારવાડમાં વસંતનાં, સ્ત્રી-પુરુષોના દાડિયારાસ સાથેનાં લોકગીતો ગાવાના ઉલ્લેખો મળે છે. રાજસ્થાનમાં હજી પણ ગામેગામના ચોકમાં ફાગણના, આરંભથી આ લોકનૃત્યગીતો (ધિન્નડ) મુક્તપણે ગવાય છે, જેને લોકવાણીમાં ‘ફાગ’ કહે છે. લોકવાણીના આ ફાગનું સંસ્કારી / પરિષ્કૃત ગીતકાવ્યસ્વરૂપ તે ફાગુ. જેમ રાસ એક પ્રકારનું ગેયરૂપક છે તેમ ફાગુ પણ નૃત્યવાદ્યયુક્ત ગીતનું સ્વરૂપ છે. આથી જ ફાગુનો ઘાટ એક પ્રકારના ગેયરૂપકનો ઘડાયો જે ગવાય તેમજ રમાય. फागुर रमंसे, फागु रमीजई, खेलर फागु અને “ફાગે રમેવઉ ખેલા નાચઈં ચૈત્રમાસિ રંગિહિ ગાવવઉ” (જિનપદ્મસૂરિકૃત સિરિથૂલિભદ્દફાગુ) એ રીતે વર્ણવાય છે.

26,604

edits