ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બહુવાદ (Pluralism)'''</span> : સાહિત્ય અંગે વિવિધ અભિગમો, સિદ્...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = બહુભાષાવાદ
|next = બહુવિક્રી
}}

Latest revision as of 11:05, 28 November 2021



બહુવાદ (Pluralism) : સાહિત્ય અંગે વિવિધ અભિગમો, સિદ્ધાન્તો અને પદ્ધતિઓ આજે વિકસેલી છે. કોઈ એક માર્ગ સાહિત્યને સંપૂર્ણ પોતાની સમજમાં સમાવી લે એ અશક્ય છે. દરેક માર્ગની સમજ અને એનાં તારણ આંશિક હોવાનાં. આ કારણે સાહિત્યના આકલન માટે કોઈ એક માર્ગને વિવેકહીન રીતે વળગી ન રહેતાં અન્ય માર્ગો તરફનાં સમભાવ અને સહિષ્ણુતા જરૂરી છે. આનો અર્થ એ નથી કે શિથિલ ઉદારવૃત્તિ કે સંદર્ભવાદનો જયજયકાર કરવાનો છે. પણ એક તર્કસંગત સંવેદનશીલ બહુવાદ વિકસાવવાનો રહે છે. ચં.ટો.