ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માર્કવાદી વિવેચન: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">માર્ક્સવાદી વિવેચન(Marxist Criticism) : ૧૯૧૭ની રશિયન ક્ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#0000ff">માર્ક્સવાદી વિવેચન(Marxist Criticism) : ૧૯૧૭ની રશિયન ક્રાંતિ પછી માર્ક્સવાદે અને માર્ક્સવાદીઓએ વિશ્વસાહિત્યમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સમાજવિજ્ઞાનલક્ષી કે ઇતિહાસલક્ષી અભિગમોમાંનો આ એક અભિગમ હોવા છતાં અહીં સાહિત્યનું અર્થઘટન વર્ગસંઘર્ષના આવિષ્કાર રૂપે થાય છે. એની નિસ્બત અર્થકારણ, વર્ગ અને વિચારધારા સંબંધેના નિર્ણયો સાથે છે. આર્થિક ઉત્પાદનની પ્રણાલિ એ અધોરચના(Base) છે, જ્યારે સામાજિક, રાજનૈતિક, બૌદ્ધિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક વ્યવસ્થાઓ એ અધિરચના(Super Structure) છે. સમાજના માળખાના ઉપરી ભાગ જેવી અધિરચના અધોરચના પર નિર્ભર છે. આનો અર્થ એ થયો કે ઉત્પાદન પ્રણાલિનું પરિવર્તન લોકોનાં ધાર્મિક વિશ્વાસ, નૈતિકમૂલ્યો, કલા, સાહિત્ય તેમજ સામાજિક અને રાજનૈતિક સંસ્થાઓને પણ બદલી નાખે છે. માર્ક્સવાદી વિવેચન આથી સ્વાભાવિક રીતે સાહિત્યના અનુકરણ સિદ્ધાન્ત સાથે જોડાય છે. એટલું જ નહિ પણ સામાજિક વાસ્તવવાદને સિદ્ધ કરવા માટે સાહિત્યકારે શેનું અનુકરણ કરવું એને પણ સમર્થિત કરે છે. | <span style="color:#0000ff">'''માર્ક્સવાદી વિવેચન(Marxist Criticism)'''</span> : ૧૯૧૭ની રશિયન ક્રાંતિ પછી માર્ક્સવાદે અને માર્ક્સવાદીઓએ વિશ્વસાહિત્યમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સમાજવિજ્ઞાનલક્ષી કે ઇતિહાસલક્ષી અભિગમોમાંનો આ એક અભિગમ હોવા છતાં અહીં સાહિત્યનું અર્થઘટન વર્ગસંઘર્ષના આવિષ્કાર રૂપે થાય છે. એની નિસ્બત અર્થકારણ, વર્ગ અને વિચારધારા સંબંધેના નિર્ણયો સાથે છે. આર્થિક ઉત્પાદનની પ્રણાલિ એ અધોરચના(Base) છે, જ્યારે સામાજિક, રાજનૈતિક, બૌદ્ધિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક વ્યવસ્થાઓ એ અધિરચના(Super Structure) છે. સમાજના માળખાના ઉપરી ભાગ જેવી અધિરચના અધોરચના પર નિર્ભર છે. આનો અર્થ એ થયો કે ઉત્પાદન પ્રણાલિનું પરિવર્તન લોકોનાં ધાર્મિક વિશ્વાસ, નૈતિકમૂલ્યો, કલા, સાહિત્ય તેમજ સામાજિક અને રાજનૈતિક સંસ્થાઓને પણ બદલી નાખે છે. માર્ક્સવાદી વિવેચન આથી સ્વાભાવિક રીતે સાહિત્યના અનુકરણ સિદ્ધાન્ત સાથે જોડાય છે. એટલું જ નહિ પણ સામાજિક વાસ્તવવાદને સિદ્ધ કરવા માટે સાહિત્યકારે શેનું અનુકરણ કરવું એને પણ સમર્થિત કરે છે. | ||
‘બીભત્સ માર્ક્સવાદ’ તો સરકારની નીતિરીતિને અનુલક્ષીને જીવનરીતિ અને સિદ્ધાન્તોને રજૂ કરવા સાહિત્યને ફરજ પાડવા સુધી આગળ વધે છે. અલબત્ત, માર્ક્સ કે એન્જલે આર્થિક નિર્ણયોને સૌન્દર્યમૂલ્ય સાથે કેમ સાંકળવાં એ અંગે ભાગ્યે જ કશું કહ્યું છે. તેથી એમ કહી શકાય કે માર્ક્સવાદી વિવેચનની ગુણવત્તા કલાના મૂલ્યાંકનમાં નહિ પણ કલાને નિષ્પન્ન કરવામાં ભાગ ભજવનારાં મૂળભૂત સામાજિક અને આર્થિક પ્રભાવને સમજાવવામાં છે. | ‘બીભત્સ માર્ક્સવાદ’ તો સરકારની નીતિરીતિને અનુલક્ષીને જીવનરીતિ અને સિદ્ધાન્તોને રજૂ કરવા સાહિત્યને ફરજ પાડવા સુધી આગળ વધે છે. અલબત્ત, માર્ક્સ કે એન્જલે આર્થિક નિર્ણયોને સૌન્દર્યમૂલ્ય સાથે કેમ સાંકળવાં એ અંગે ભાગ્યે જ કશું કહ્યું છે. તેથી એમ કહી શકાય કે માર્ક્સવાદી વિવેચનની ગુણવત્તા કલાના મૂલ્યાંકનમાં નહિ પણ કલાને નિષ્પન્ન કરવામાં ભાગ ભજવનારાં મૂળભૂત સામાજિક અને આર્થિક પ્રભાવને સમજાવવામાં છે. | ||
માર્ક્સવાદી વિવેચન માર્ક્સ અને એન્જલનાં લખાણો સુધી પહોંચી એમાંથી વિચારણા ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. આથી એક કરતાં વધુ માર્ક્સવાદી સાહિત્યસિદ્ધાન્તો પ્રવર્તતા જોઈ શકાય છે. આ સિદ્ધાન્તોમાં ઘણી ભિન્નતા હોવા છતાં એક સામાન્ય ભૂમિકા પડેલી છે. બધા સિદ્ધાન્તો માને છે કે સામાજિક વાસ્તવની બૃહદ્ સીમાઓની અંતર્ગત જ સાહિત્યને બરાબર સમજી શકાય. સમાજથી વિયુક્ત રહીને સિદ્ધાન્ત જો સાહિત્યને સમજાવે તો તે સાહિત્યને સમજાવવાની બાબતમાં ઊણો ઊતરે છે. સામાજિક વાસ્તવને આ રીતે સાહિત્ય સાથે સાંકળવા માટે તૈયાર કરાયેલાં પાંચેક પ્રતિમાનો(Models) ધ્યાન ખેંચે છે. | માર્ક્સવાદી વિવેચન માર્ક્સ અને એન્જલનાં લખાણો સુધી પહોંચી એમાંથી વિચારણા ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. આથી એક કરતાં વધુ માર્ક્સવાદી સાહિત્યસિદ્ધાન્તો પ્રવર્તતા જોઈ શકાય છે. આ સિદ્ધાન્તોમાં ઘણી ભિન્નતા હોવા છતાં એક સામાન્ય ભૂમિકા પડેલી છે. બધા સિદ્ધાન્તો માને છે કે સામાજિક વાસ્તવની બૃહદ્ સીમાઓની અંતર્ગત જ સાહિત્યને બરાબર સમજી શકાય. સમાજથી વિયુક્ત રહીને સિદ્ધાન્ત જો સાહિત્યને સમજાવે તો તે સાહિત્યને સમજાવવાની બાબતમાં ઊણો ઊતરે છે. સામાજિક વાસ્તવને આ રીતે સાહિત્ય સાથે સાંકળવા માટે તૈયાર કરાયેલાં પાંચેક પ્રતિમાનો(Models) ધ્યાન ખેંચે છે. |
Revision as of 09:43, 29 November 2021
માર્ક્સવાદી વિવેચન(Marxist Criticism) : ૧૯૧૭ની રશિયન ક્રાંતિ પછી માર્ક્સવાદે અને માર્ક્સવાદીઓએ વિશ્વસાહિત્યમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સમાજવિજ્ઞાનલક્ષી કે ઇતિહાસલક્ષી અભિગમોમાંનો આ એક અભિગમ હોવા છતાં અહીં સાહિત્યનું અર્થઘટન વર્ગસંઘર્ષના આવિષ્કાર રૂપે થાય છે. એની નિસ્બત અર્થકારણ, વર્ગ અને વિચારધારા સંબંધેના નિર્ણયો સાથે છે. આર્થિક ઉત્પાદનની પ્રણાલિ એ અધોરચના(Base) છે, જ્યારે સામાજિક, રાજનૈતિક, બૌદ્ધિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક વ્યવસ્થાઓ એ અધિરચના(Super Structure) છે. સમાજના માળખાના ઉપરી ભાગ જેવી અધિરચના અધોરચના પર નિર્ભર છે. આનો અર્થ એ થયો કે ઉત્પાદન પ્રણાલિનું પરિવર્તન લોકોનાં ધાર્મિક વિશ્વાસ, નૈતિકમૂલ્યો, કલા, સાહિત્ય તેમજ સામાજિક અને રાજનૈતિક સંસ્થાઓને પણ બદલી નાખે છે. માર્ક્સવાદી વિવેચન આથી સ્વાભાવિક રીતે સાહિત્યના અનુકરણ સિદ્ધાન્ત સાથે જોડાય છે. એટલું જ નહિ પણ સામાજિક વાસ્તવવાદને સિદ્ધ કરવા માટે સાહિત્યકારે શેનું અનુકરણ કરવું એને પણ સમર્થિત કરે છે. ‘બીભત્સ માર્ક્સવાદ’ તો સરકારની નીતિરીતિને અનુલક્ષીને જીવનરીતિ અને સિદ્ધાન્તોને રજૂ કરવા સાહિત્યને ફરજ પાડવા સુધી આગળ વધે છે. અલબત્ત, માર્ક્સ કે એન્જલે આર્થિક નિર્ણયોને સૌન્દર્યમૂલ્ય સાથે કેમ સાંકળવાં એ અંગે ભાગ્યે જ કશું કહ્યું છે. તેથી એમ કહી શકાય કે માર્ક્સવાદી વિવેચનની ગુણવત્તા કલાના મૂલ્યાંકનમાં નહિ પણ કલાને નિષ્પન્ન કરવામાં ભાગ ભજવનારાં મૂળભૂત સામાજિક અને આર્થિક પ્રભાવને સમજાવવામાં છે. માર્ક્સવાદી વિવેચન માર્ક્સ અને એન્જલનાં લખાણો સુધી પહોંચી એમાંથી વિચારણા ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. આથી એક કરતાં વધુ માર્ક્સવાદી સાહિત્યસિદ્ધાન્તો પ્રવર્તતા જોઈ શકાય છે. આ સિદ્ધાન્તોમાં ઘણી ભિન્નતા હોવા છતાં એક સામાન્ય ભૂમિકા પડેલી છે. બધા સિદ્ધાન્તો માને છે કે સામાજિક વાસ્તવની બૃહદ્ સીમાઓની અંતર્ગત જ સાહિત્યને બરાબર સમજી શકાય. સમાજથી વિયુક્ત રહીને સિદ્ધાન્ત જો સાહિત્યને સમજાવે તો તે સાહિત્યને સમજાવવાની બાબતમાં ઊણો ઊતરે છે. સામાજિક વાસ્તવને આ રીતે સાહિત્ય સાથે સાંકળવા માટે તૈયાર કરાયેલાં પાંચેક પ્રતિમાનો(Models) ધ્યાન ખેંચે છે. હંગેરિયન જ્યોર્જ લુકાચનું પ્રતિબિંબ – પ્રતિમાન(Reflection Model) સ્પષ્ટ કરે છે કે સાહિત્ય વાસ્તવને સ્વરૂપવિધાયક સર્જકકાર્યમાંથી પસાર કરીને વસ્તુલક્ષિતાથી પ્રતિબિંબિત કરે છે અને તેથી આ પ્રતિમાન ફ્લોબેર કે ઝોલાના વર્ગીકૃત વાસ્તવની સામે સ્કોટ, બાલ્ઝાક તોલ્સ્તોયનું વાસ્તવ વધુ માન્ય રાખે છે. ફ્રેન્ચ પિયર મશારીનું ઉત્પાદન-પ્રતિમાન (Production model) સાહિત્યને ઉત્પાદનલક્ષી શ્રમ ગણે છે અને એ શ્રમ દ્વારા કાચી સામગ્રી અંતિમ નીપજમાં પરિણમે છે, એમાં વિચારધારાનું રૂપાન્તર થાય છે, એવો વિચાર રજૂ કરે છે. રુમાનિયન લુસિયન ગોલ્ડમાનનું ઉદ્ગમ પ્રતિમાન (Genetic model) કૃતિને સર્જકની વૈયક્તિક ચેતના દ્વારા થયેલી સામૂહિક સિદ્ધિ તરીકે સ્વીકારે છે અને એ રીતે લેખકના સામાજિક જૂથમાનસના માળખા સાથે કૃતિના માળખાને સહસંયોજિત કરે છે. જર્મન થિયોડોર એડોર્નોનું નિષેધમૂલકજ્ઞાન-પ્રતિમાન(Negative Knowledge model) કલા અને વાસ્તવના અંતરનો સ્વીકાર કરી દર્શાવે છે કે એ દ્વારા સાહિત્ય ખરેખર વાસ્તવનું વિવેચન કરી શકે છે. તો, સોસ્યૂર, વોલોશિનોવ, બખ્તિન, જુલ્સ, ક્રિસ્તેવાનાં ભાષાવૈજ્ઞાનિક પ્રતિમાનો(Linguistic models) ખરેખરી સામાજિક પરિસ્થિતિ વચ્ચે ભાષાનો એટલેકે ઉક્તિનો અભ્યાસ કરવા ચાહે છે અને શબ્દને વક્તા અને શ્રોતાના દ્વિમાર્ગી સંવાદકાર્ય તરીકે ઓળખાવે છે. આ રીતે જોતાં આધુનિક સાહિત્ય અને સાહિત્યચિંતન પર માર્ક્સવાદની ઘેરી અસર જોઈ શકાય છે. ચં.ટો.