ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહસંબંધક વસ્તુઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
{{HeaderNav2
{{HeaderNav2
|previous= સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર
|previous= સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર
|next= સહસંયોજકપદ્ય
|next= સહસંયોજક પદ્ય
}}
}}

Latest revision as of 09:13, 8 December 2021


સહસંબંધક વસ્તુઓ(Correlative objects) : ટી. એસ. એલિયટની ‘વસ્તુલક્ષી સહસંયોજકો’ની સંજ્ઞાથી એ. કે. રામાનુજે આ સંજ્ઞાને જુદી પાડી છે અને દર્શાવ્યું છે કે એલિયટની સંજ્ઞા સાથે વૈયક્તિક કવિઓનો પુરુષાર્થ સંકળાયેલો છે જ્યારે સહ-સંબંધક વસ્તુઓ સાથે સંસ્કૃતિ સંકળાયેલી છે. સંસ્કૃતિની પ્રણાલી અનુસાર કેટલીક વસ્તુઓ ચોક્કસ સંવેદનો નિપજાવે છે, એને અનુલક્ષીને આ સંજ્ઞા ઘડાયેલી છે. સહૃદયની ભાવનાક્રિયા અને રસનિષ્પત્તિનો સંદર્ભ એમાં પડેલો છે. ચં.ટો.