ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંનિષ્ઠા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંનિષ્ઠા(Sincerity)'''</span> : સાહિત્યકૃતિના મૂલ્યાંકનના એક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંનિધિ | |||
|next = સંપાદન | |||
}} |
Latest revision as of 15:52, 8 December 2021
સંનિષ્ઠા(Sincerity) : સાહિત્યકૃતિના મૂલ્યાંકનના એક માપદંડ તરીકે મહત્ત્વના લેખાતા આ લક્ષણને જુદા જુદા સમયમાં વધતું-ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. સાહિત્યની રંગદર્શી વિભાવનાઓમાં આ લક્ષણ સર્જકની સાહજિક, ઉદાત્ત સર્જકતાના પર્યાય તરીકે જોવામાં આવે છે. ઇંગ્લૅંડમાં વિક્ટોરિયનયુગના સર્જકો-વિચારકોએ આ સંજ્ઞામાં નૈતિકતા (Morality)નું આરોપણ કર્યું. ઉત્તમ કવિતાની પોતાની વિભાવનામાં મેથ્યુ આર્નલ્ડ આ સંજ્ઞાનો ‘સંપૂર્ણ સચ્ચાઈ’ના અર્થમાં ઉલ્લેખ કરે છે.
ચં.ટો.