ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંભાવ્ય વાચક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંભાવ્ય વાચક(Implied reader)'''</span> : વોલ્ફગાન્ગ આયઝરે અને અભિ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંભાવ્ય લેખક
|next = સંમૂર્તિ
}}

Latest revision as of 15:55, 8 December 2021


સંભાવ્ય વાચક(Implied reader) : વોલ્ફગાન્ગ આયઝરે અને અભિગ્રહણ સિદ્ધાન્તવાદી કેટલાક વિવેચકોએ આ સંજ્ઞા પ્રચલિત કરી છે. ચોક્કસ સાહિત્યકૃતિ કોઈ સંભાવ્ય વાચકને અનુલક્ષીને લખાતી હોય છે. આ ‘આદર્શ’ વાચકની પોતાની વિશિષ્ટ, નૈતિક તેમજ સાંસ્કૃતિક અભિવૃત્તિઓ હોય છે. જેના દ્વારા સાહિત્યકૃતિનો એ પૂરો આસ્વાદ લઈ શકે છે. આ સંભાવ્ય વાચકને ખરેખરા વાચકથી જુદો તારવવો જોઈએ. ચં.ટો.